- ઈરાનના વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાહિયને ફોન પર જહાજ મુક્તિની જાણકારી આપી
- ગયા મહિને ઈરાને માલવાહક જહાજ સહિત કુલ 25 લોકોની ધરપકડ કરી હતી
- જપ્ત કરાયેલા માલવાહક જહાજમાં ભારત, પાકિસ્તાન, રશિયન નાગરિકો સામેલ હતા
ઈરાને પોર્ટુગીઝ-ધ્વજવાળા કાર્ગો જહાજ MSC Ariesના સમગ્ર ક્રૂને મુક્ત કર્યા છે. ક્રૂમાં 17 ભારતીયો સહિત 25 લોકોનો સમાવેશ થાય છે. ભારતીય ક્રૂ મેમ્બર્સમાં એકમાત્ર મહિલા કેડેટ એન ટેસા જોસેફને ઈરાની સૈન્ય દ્વારા પહેલાથી જ મુક્ત કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, ઈરાનના વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાયાને શુક્રવારે એસ્ટોનિયન વિદેશ મંત્રી માર્ગસ ત્સાહકાના સાથે ફોન પર વાત કરી હતી અને આ દરમિયાન તેમણે ક્રૂને મુક્ત કરવાની જાણકારી આપી હતી.













