• દરિયામાં સળગી રહેલા જહાજથી ઈન્ડિયન નેવીએ વિદેશી સભ્યોને બચાવ્યા
  • ભારતીય નેવીએ સોશિયલ મીડિયા પર આ અંગેની આપી જાણકારી
  • હુતી બળવાખોરોએ રાતા સમુદ્રમાં કાર્ગો શિપ પર ડ્રોન હુમલો કરતા શિપમાં આગ લાગી હતી


ભારતીય નેવીએ એડનની ખાડીમાં ડ્રોન હુમલાની ઝપટે આવેલા લાયબેરિયાના ધ્વજ ધરાવતા કોમર્શિયલ જહાજની મદદ માટે તરત કાર્યવાહી કરી હતી. નેવી તરફથી આ સત્તાવાર જાણકારી આપવામાં આવી હતી. હુતી બળવાખોરોએ રાતા સમુદ્રમાં જુદાજુદા કોમર્શિયલ જહાજો પર હુમલા પર વધારતા વૈશ્વિક ચિંતાઓ વચ્ચે આ ઘટના સામે આવી હતી. ગત કેટલાક અઠવાડિયાથી ભારતીય નેવીએ પશ્ચિમી હિંદ મહાસાગરમાં ઘણા કોમર્શિયયલ કાર્ગો જહાજ પર હુમલા પછી તેમને પદદ કરી રહી છે. નેવીએ સોશિયલ મીડિયા મંચ એક્સ પર એક પોસ્ટ મુકીને જણાવ્યું કે નેવીએ એડનની ખાડીમાં એક શિપિંગમાં થયેલી ઘટના અંગે ખૂબ જલ્દી પ્રતિક્રિયા આપી હતી.

 કાર્ગો જહાજમાં ભીષણ આગ લાગી હતી

નેવીની સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉલ્લેખનીય છે તેમ સોમવારે એડનથી આશરે 90 દરિયાઈ માઈલ દક્ષિણ પૂર્વમાં એક લાયબેરિયન ઝંડાવાળા જહાજ પર મિસાઈલ હુમલો કરાયો હતો. હુમલાને લીધે જહાજમાં આગ લાગી ગઈ હતી. નેવીએ આ ઘટનાને જોતા આ વિસ્તારમાં તૈનાત આઈએનએસ કોલકાતા ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. અને જહાજના 12 કર્મચારીઓને એક વિશેષ ફાયર બ્રિગેડની ટીમ આગ કાબૂ કરવાના પ્રયાસોની મદદ માટે પાંચ માર્ચે સવારે જહાજ પર પહોંચી હતી.

 આઈએનએસ કોલકાતાના પ્રયત્નોથી આગ કાબૂ થઈ હતી અને જહાજને સુરક્ષિત સ્થળે લઈ જવાયું હતું. જહાજના તમામ સભ્યો સુરક્ષિત છે. ભારતીય નેવીએ આ ઘટનાને વખોડતા કહ્યું આ દરિયાઈ સુરક્ષા માટે એક ગંભીર ખતરો છે. નેવીએ કહ્યું કે આ ઘટનાની તપાસ કરી રહી છે અને દોષિતોને કોર્ટ ઢસડી લઈ જવા દરેક પ્રયાસ કરાશે. આ ઘટના એકવાર ફરીથી દરિયાઈ સુરક્ષાના મહત્ત્વ પર ધ્યાન દોરે છે. ભારતીય નેવીએ આ ક્ષેત્રમાં સુરક્ષા યથાવત્ રાખવા પ્રતિબદ્ધ છે.

  • Follow us on: