સીરિયાની રાજધાની દમિસ્કસમાં હાલમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, જેઓ સીરિયાના રાષ્ટ્રપતિ અહેમદ અલ-શારાને મળવા માટે દમાસ્કસ પહોંચ્યા હતા, તેમની મુલાકાત દરમિયાન શહેરના મધ્ય ભાગમાં અનેક વિસ્ફોટો સંભળાયા છે. આ વિસ્ફોટો દમાસ્કસની જાણીતી ‘ફોર સીઝન્સ હોટલ’ પાસે થયા હતા. અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિ મેક્રોન આ જ હોટલમાં રોકાયા હતા, જેના કારણે આ ઘટનાએ સમગ્ર વિશ્વમાં સુરક્ષાને લઈને ગંભીર ચિંતાઓ જન્માવી છે. વિસ્ફોટમાં 4 લોકોના મોત થયા છે. જ્યારે 25 લોકો ઘાયલ થયા છે.
એક બાદ એક થયા વિસ્ફોટ
મીડિયા દ્વારા મળતી માહિતી મુજબ, રાજધાનીના મધ્ય વિસ્તારોમાં એક પછી એક સીરિયલ બ્લાસ્ટ 6 વખત વિસ્ફોટો થયા હતા. ઘટનાસ્થળેથી આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા, જે વિસ્ફોટની તીવ્રતાનો અંદાજ આપે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રસ્તા પર એક વાહનમાં આગ લાગી હોય અને આસપાસ લોહીના ડાઘા દેખાઈ રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાય છે. જોકે, સીરિયન પ્રશાસન તરફથી આ હુમલા કે વિસ્ફોટ અંગે અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પરંતુ આ વિસ્ફોટમાં 4 લોકોના મોત નીપજ્યા છે અને 25 લોકો ઘાયલ થયા છે.
https://twitter.com/vegasyx/status/2074404623125725568
થયેલો વિસ્ફોટ સુરક્ષા પર ઉઠાવે છે સવાલ
રાજદ્વારી દ્રષ્ટિએ આ મુલાકાત ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી હતી. છેલ્લા ઘણા વર્ષોમાં ફ્રાંસના કોઈ રાષ્ટ્રપતિની સીરિયાની આ મુલાકાતને બંને દેશો વચ્ચેના સંબંધોને સુધારવા માટેના એક મોટા પગલા તરીકે જોવામાં આવતી હતી. આયાતુલ્લા ખામેનીના અંતિમ સંસ્કાર જેવા સંવેદનશીલ સમયગાળામાં અને પ્રાદેશિક તણાવની વચ્ચે મેક્રોનનો આ પ્રવાસ ઘણો મહત્ત્વનો હતો. આવી સ્થિતિમાં, રાજધાનીમાં જ થયેલા આ વિસ્ફોટો સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરે છે.આ વિસ્ફોટની જવાબદારી હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠન કે જૂથે સ્વીકારી નથી, અને આ દુર્ઘટનામાં કુલ કેટલા લોકો ઘાયલ થયા છે અથવા કોઈના મોત થયા છે કે નહીં, તે અંગેની માહિતી હજુ પણ અસ્પષ્ટ છે.
ઘટના બાદ મેક્રોનની સુરક્ષા વધારાઇ
આ ઘટના બાદ સુરક્ષાનો ઘેરો વધુ સખત કરી દેવામાં આવ્યો છે. એક તરફ જ્યાં ફ્રાંસ અને સીરિયાના સંબંધોને નવી ઊંચાઈ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યાં બીજી તરફ આ પ્રકારની હિંસક ઘટનાએ શાંતિની પ્રક્રિયામાં અવરોધ ઊભો કર્યો છે. હાલમાં સમગ્ર વિશ્વની નજર દમાસ્કસની પરિસ્થિતિ પર ટકેલી છે કે શું આ કોઈ આયોજિત હુમલો છે કે પછી કોઈ અન્ય તકનીકી દુર્ઘટના.
