વર્ષ 2026ના નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભારતીય મૂળના પ્રખ્યાત ન્યાયશાસ્ત્રી અને માનવાધિકારવાદી નાવેનેથમ "નાવી" પિલ્લઇને આ વર્ષનો પ્રતિષ્ઠિત શાંતિ નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. નોબેલ સમિતિ દ્વારા આંતરરાષ્ટ્રીય કાયદાના પ્રોત્સાહન, શાંતિ સ્થાપના અને માનવાધિકારોની રક્ષા માટે તેમના દાયકાઓથી ચાલી રહેલા અથાક પ્રયાસોને ધ્યાનમાં રાખીને આ સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે. નાવી પિલ્લઇએ યુદ્ધ અપરાધો અને માનવતા વિરોધી ગુનાઓ સામે લડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.   

ટ્રમ્પનું સપના પર ફરી એક વખત પાણી ફરી વળ્યું

આ જાહેરાત સાથે જ અમેરિકી રાજકારણમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ છે કેમ કે આ વખતે પણ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું શાંતિ નોબેલ પુરસ્કાર મેળવવાનું સપનું પૂરું થઈ શક્યું નથી. ટ્રમ્પ લાંબા સમયથી દાવો કરતા આવ્યા છે કે તેઓ વૈશ્વિક સ્તરે સંઘર્ષો અને યુદ્ધો અટકાવવા માટે આ પુરસ્કારના હકદાર છે, પરંતુ નોબેલ સમિતિએ વૈશ્વિક સ્તરે શાંતિ અને ન્યાય માટે શાંતિપૂર્ણ અને કાનૂની સંઘર્ષ કરનાર નાવી પિલ્લઇની પસંદગી કરી છે.   

લોકો માટે પણ ગૌરવની ક્ષણ 

નાવી પિલ્લઇના પરિવારની મૂળભૂત પૃષ્ઠભૂમિ ભારતીય છે અને તેમણે આંતરરાષ્ટ્રીય ન્યાયતંત્રમાં મહત્વની જવાબદારીઓ સંભાળી છે. નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર તેઓ ભારતીય મૂળના અગ્રણી વ્યક્તિઓમાં સ્થાન પામ્યા છે, જેનાથી દેશ-વિદેશમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. આ સન્માન માત્ર નાવી પિલ્લઇના વ્યક્તિગત સંઘર્ષની જીત નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં કાયદાનું શાસન અને માનવ અધિકારોની રક્ષા માટે કામ કરતા લોકો માટે પણ ગૌરવની ક્ષણ છે.

આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાતે વિશ્વભરમાં એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વૈશ્વિક શાંતિ અને માનવાધિકાર ક્ષેત્રે મૂલ્યવાન યોગદાન આપનાર વ્યક્તિત્વોને હંમેશાં સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે. બીજી તરફ, ટ્રમ્પના સમર્થકોમાં આ પરિણામને લઈને નિરાશા જોવા મળી રહી છે, કારણ કે તેમના નામને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી. 

આ પણ વાંચોઃ Amazon-Flipkart Sale Alert: સેલ સેલ સેલ! આનાથી રહો સાવધ, નહીં થઇ જશે બેંક ખાતુ સફાચટ