આ મહત્વપૂર્ણ શિખર સંમેલન દરમિયાન પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ હતી. 

વ્યૂહાત્મક ભાગીદારી અને ક્ષેત્રીય સુરક્ષા

મનીલામાં યોજાયેલી આ બેઠકમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના નેતાઓએ મુક્ત, ખુલ્લા અને સમાવેશી ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી દ્વિપક્ષીય ચર્ચામાં વેપાર, રક્ષણ ટેક્નોલોજી અને વૈશ્વિક સુરક્ષાના મુદ્દાઓ પર મુખ્યત્વે વાતચીત થઈ હોવાનું મનાય છે. બંને દિગ્ગજ નેતાઓની આ મુલાકાતને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સુરક્ષા અને વ્યૂહાત્મક ભાગીદારીની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

https://x.com/ANI/status/2122645451870499101?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2122645451870499101%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

વૈશ્વિક સ્તરે આર્થિક અને રાજકીય સમીકરણો 

આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે વૈશ્વિક સ્તરે આર્થિક અને રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. ક્વાડ દેશોનું આ મંચ ચીનના વધતા પ્રભાવને કાબૂમાં લેવા અને ક્ષેત્રમાં શાંતિ જાળવવા માટે એક મજબૂત કડી સાબિત થઈ રહ્યું છે. પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાતે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે.

https://x.com/ANI/status/2122643350943928604?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2122643350943928604%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

ટ્રમ્પે કરી પીએમ મોદીની પ્રશંસા 

આ મુલાકાત દરમિયાન, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીની પ્રશંસા કરી હતી. તેમણે તેમની સાથે સારા સંબંધો છે તેમ કહ્યુ હતુ. તેમણે ક્વાડ દેશો સાથે મજબૂત સંબંધો હોવાનો પણ ઉલ્લેખ કર્યો. ટ્રમ્પે ઈરાન અંગે બીજું એક મહત્વપૂર્ણ નિવેદન પણ આપ્યું, જેમાં ચેતવણી આપી કે જો વોશિંગ્ટન સામે કોઈ ખતરો ઉભો થશે તો ઈરાનને પરિણામ ભોગવવા પડશે. ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું કે ઈરાનને કોઈપણ સંજોગોમાં પરમાણુ શસ્ત્રો મેળવવા દેવામાં આવશે નહીં.

https://x.com/ANI/status/2122576087733744030?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2122576087733744030%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

આ પણ વાંચોઃ