હુમલો કરાયેલા વાણિજ્યિક જહાજ "સેટેબેલો" પરના 24 ભારતીય ક્રૂ સભ્યોમાંથી ત્રણ ગુમ હતા.
હુમલામાં ત્રણ ભારતીયના મોત
ઓમાનના દરિયાકાંઠે એક જહાજ પર અમેરિકાના હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોતના કારણે પરિવારમાં શોકની લહેર છે. હિમાચલ પ્રદેશના રહેવાસી 23 વર્ષીય આદિત્ય શર્માએ હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો. હુમલામાં જીવ ગુમાવનાર બીજા ભારતીય ખલાસી શિવાનંદ ચૌરસિયા છે. ત્રીજા ભારતીય પટનાલા સુરેશ છે, જે આંધ્ર પ્રદેશના રહેવાસી છે. બોર્ડમાં 24 ભારતીયો સવાર હતા, 21ને બચાવી લેવામાં આવ્યા હતા.
ભારતે પ્રદર્શિત કર્યો વિરોધ
ગલ્ફ ક્ષેત્રમાં વધતા સંઘર્ષ વચ્ચે, આ ઘટનાએ ત્યાં કામ કરતા ભારતીય ખલાસીઓની સલામતી અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે. કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, પલાઉ-ધ્વજવાળા જહાજ એમટી સેટેબેલો પર થયેલી ઘટના વિશે જાણીને મને ખૂબ જ દુઃખ થયું છે. દુઃખની વાત છે કે, શરૂઆતમાં ગુમ થયેલા ત્રણ ભારતીય ખલાસીઓમાંથી બેના મૃતદેહ મળ્યા બાદ, ત્રણેયના મૃત્યુની પુષ્ટિ થઈ છે. મેં અધિકારીઓને બચાવાયેલા ક્રૂ સભ્યો અને મૃતકોના મૃતદેહને શક્ય તેટલી વહેલી તકે પાછા લાવવાનો નિર્દેશ આપ્યો છે જેથી તેમના અંતિમ સંસ્કાર કરી શકાય.
21 ભારતીય બચાવાયા
વિદેશ મંત્રાલય અને ફોરવર્ડ સીમન્સ યુનિયન ઓફ ઈન્ડિયા અનુસાર, જે જહાજને નિશાન બનાવવામાં આવ્યું હતું. તેનું નામ 'MT સેટેબેલો' હતું અને તે પલાઉ-ધ્વજવાળું જહાજ હતું. આ ઘટના સમયે જહાજમાં કુલ 24 ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા. ઓમાની સત્તાવાળાઓ સાથે મળીને હાથ ધરવામાં આવેલા શોધ અને બચાવ અભિયાનમાં અત્યાર સુધીમાં 21 ભારતીયોને બચાવી લેવામાં આવ્યા છે.
ભારતે યુએસ રાજદ્વારીને ડિમાર્ચ પાઠવ્યું
વાણિજ્યિક જહાજો પરના હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરતા, યુએનમાં ભારતના પ્રતિનિધિ, પી. હરીશે જણાવ્યું હતું કે, આ હુમલાઓમાં ઘણા ભારતીય નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે. તે દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે વાણિજ્યિક જહાજો પરના યુએસ હુમલાઓ મામલે ગર્વ અનુભવી રહ્યુ છે. ભારતે યુએસ ચાર્જ ડી'અફેર્સ જેસન મીક્સને બોલાવ્યા હતા અને ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ સેટેબેલો પરના હુમલાનો વિરોધ કર્યો હતો. આવા હુમલાઓ માત્ર યુએસ-ભારત સંબંધો માટે ખતરો નથી પરંતુ ઈરાનની આસપાસ નાકાબંધી જાળવવાના યુએસના પ્રયાસોને પણ જટિલ બનાવી શકે છે.
યુએસ કેવી છે સ્થિતિ ?
યુએસ નેવીએ મેરિવેક્સ પરના હુમલાની જવાબદારી સ્વીકારી છે. 8 જૂનના રોજ, સેન્ટકોમે અહેવાલ આપ્યો હતો કે યુએસએસ અબ્રાહમ લિંકનથી ઉડતા F/A-18 સુપર હોર્નેટે ચોક્કસ હુમલો કર્યો હતો. જે જહાજના એન્જિનિયરિંગ અને સ્ટીયરિંગ કમ્પાર્ટમેન્ટને ટક્કર આપી હતી. ત્યારબાદ અમેરિકાએ સેટેબેલો પરના હુમલાનો સ્વીકાર કર્યો, અને કહ્યું કે જહાજે તેની સૂચનાઓનું ઉલ્લંઘન કર્યું હતું.
આ પણ વાંચોઃ Lakshadweepમાં કોરલ રીફ્સ પર મોટું સંકટ, ગ્લોબલ વોર્મિંગે મચાવી દરિયામાં તબાહી!













