અમેરિકાના કેલિફોર્નિયામાં બુધવારે નૌસેનાનું એફ-35 ફાઇટર જેટ ક્રેશ થઇ ગયુ છે. આ ફાઇટર જેટ નેવલ એર સ્ટેશન લેમૂરમાં દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. નૌસેનાએ તેની પુષ્ટિ કરી છે. જેટ ક્રેશ થતા જ તેમાં આગ લાગી ગઇ અને ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. દુર્ઘટના સમયે સમય પર પેરાશૂટ દ્વારા પાયલટ બહાર નીકળી જતા તેનો જીવ બચી ગયો હતો. આ ઘટનામાં કોઇ ઇજાગ્રસ્ત થયુ નથી પરંતુ પ્લેન ક્રેશ થવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.


નૌસેનાએ આપી માહિતી 

કેલિફોર્નિયામાં લેમૂર પાસે આ ઘટના બની. જેમાં નૌસેનાનું માસ્ટર સ્ટ્રાઇક ફાઇટર બેઝ છે. અહીં એફ-35સી અને એફ/એ18ઇ/એફ જેટ પણ તહેનાત છે. ફાઇટર જેટ એફ-35 બુધવારે સાંજે આ બેઝ કેમ્પ પાસે ક્રેશ થયું. ક્રેશ થયાના તુરંત બાદ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યુ હતું. નૌસેનાએ કહ્યું કે એફ -35 ફાઇટર જેટ સ્ટ્રાઇક ફાઇટર સ્કવાડ્રન વીએફ-125ને સોંપ્યુ હતું. જેને રફ રેડર્સના નામથી પણ ઓળખવામાં આવે છે. આ એક ફ્લિટ રિપ્લેસમેન્ટ સ્કવાડ્રન છે. જે પાયલટો અને એર ક્રૂને ટ્રેનિંગ આપે છે.
 

વધુ માહિતી અપડેટ થઇ રહી છે...
  • Follow us on: