- ડ્રેગને ભૂ-વિસ્તાર વધારવા માટે આંતરરાષ્ટ્રીય નીતિ-નિયમો નેવે મુક્યાં
- દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઈન્સ સામે જહાજો મુકતા ચીનનો વિરોધ
- ચીને દરિયાઇ સીમાને લઇ કૂટનીતિ પર બ્રિટને નિંદનીય ગણાવી
બ્રિટને દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઈન્સ સામે ચીની જહાજો દ્વારા સપ્તાહના અંતે તૈનાત કરવામાં આવ્યા હતા. જેના કારણે અસુરક્ષિત અને વધતી કૂટનીતિની નિંદા કરી હતી અને ચીનની વધતી ઘૂસણખોરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.
મળતી માહિતી મુજબ ચીન હમેશા માટે ભૂ-વિસ્તાર વધારવા માટે અનેક દેશ સાથે લડતો આવ્યો છે. ડ્રેગને ભૂ-વિસ્તાર વધારવા માટે આંતરરાષ્ટ્રીય નીતિ-નિયમો નેવે મુકીને મનમાની કરી રહ્યું છે. તેવામાં હવે બ્રિટને દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઈન્સ સામે ચીની જહાજો દ્વારા સપ્તાહના અંતે તૈનાત કરવામાં આવ્યા હતા. જોકે ચીને કૂટનીતિ ઘડવાનું શરૂ કરી દીધુ છે. ચીનની વધતી ઘૂસણખોરી સામે બ્રિટને રોષ વ્યક્ત કર્યો હતો. UK કોઈપણ કાર્યવાહીનો વિરોધ કરે છે, જેમાં પજવણી, અસુરક્ષિત વર્તણૂક અને ડરાવવા સહિતના દાવપેચનો સમાવેશ થાય છે, જે ખોટી ગણતરીનું જોખમ વધારે છે અને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાને જોખમમાં મૂકે છે.













