- મૃત્યુ પછીની ઘટનાઓની સચ્ચાઈ જાહેર કરી
- હૃદયરોગના હુમલામાં મૃત્યુ પામેલી કીર્સ્ટી બોર્ટોફ્ટએ બાદમાં કહ્યું
- મારો આત્મા સામેના રૂમમાં હતો, મારી બહેનપણીને મારા પિતા માટે લિસ્ટ લખવા કહેતી હતી
એક બ્રિટિશ મહિલાએ મૃત્યુ પછીના પોતાના અનુભવોને શેર કર્યા છે. કીર્સ્ટી બોર્ટોફ્ટનામની ત્રણ બાળકોની માતા એર રાતે પતિ સ્ટુ સાથે બેઠી હતી. સોફા પર બેઠા બેઠા જ કીર્સ્ટી બોર્ટોફ્ટ અચાનક કોમામાં સરી પડી. સામે બેઠેલો પતિ કાંઇ સમજે તે પહેલાં તો શરીર મૃતવત થઇ ગયું. પતિ તરત પત્નીને હોસ્પિટલ લઇ ગયા. અંગ્રેજી વેબસાઇટ મેટ્રોના જણાવ્યા મુજબ તબીબોએ જણાવ્યું હતું કે તે મહિલાને હૃદયરોગનો હુમલો આવ્યો હતો ક્લીનકલી કોમામાં સરી પડી હતી. તબીબોના મતે બચવાની સંભાવના 6 ટકા જ હતી. કીર્સ્ટી બોર્ટોફ્ટના બચવાની કોઇ સંભાવના નહોતી. પરંતુ 40 મિનિટ પછી મહિલા ફરી જીવતી થઇ ગઇ.
40 મિનિટ સુધી નિષ્ચેષ્ઠ થઇ ગયા પછી તેણે ફરી આંખો ખોલી અને તે 40 મિનિટ સુધી શું અનુભવ થયો તેની વાત કરી તો બધા ચકિત રહી ગયા. મોતના મોંઢામાંથી બહાર આવેલી મહિલાએ દાવો કર્યો કે આ દરમિયાન તેણે ખુલ્લી આંખે અનેક વસ્તુ દેખી. તેની ચામડી પર અબજ પેટર્ન બની હોવાનું જોયું. તેણે દાવો કર્યો કે તેણે અજ્ઞાત ઘટનાઓને જોઇ હતી.










