- હેલીઓપોલિસ એ સ્થાન છે જ્યાં પ્રથમ સૂર્યોદય સાથે વિશ્વની રચના કરવામાં આવી
- જર્મન પુરાતત્વ સંસ્થાનના કૈરો વિભાગના ડાયરેક્ટર ડીટ્રીચ રાઉએ આ માહિતી આપી
- ઈજિપ્તના કોઈ પણ શાસકે સૂર્યદેવના આશીર્વાદ વિના પદ પર રહેવું જોઈએ નહીં
ઇજિપ્તમાં પુરાતત્ત્વવિદોએ હાલની રાજધાની કૈરોની નજીક એક પ્રાચીન ભૌતિક સ્થળ હેલીઓપોલિસમાં સૂર્ય મંદિરમાં પ્રાચીન રાજવંશોની તૂટેલી મૂર્તિઓ શોધી કાઢી છે. ઇજિપ્તના પ્રવાસન અને પુરાતત્વ મંત્રાલયે 20 માર્ચે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, પથ્થરના ટુકડાઓમાં રામસેસ II, રામસેસ IX, હોરેમહેબ અને પસામટિક IIની મૂર્તિઓ છે.
ઇજિપ્તમાં ઘણા સ્થળોએ સૂર્ય મંદિરો જોવા મળે છે અને તે મુખ્યત્વે પ્રાચીન ઇજિપ્તના સૂર્ય દેવને સમર્પિત છે પરંતુ હેલીઓપોલિસના સૂર્ય મંદિરનું વિશેષ મહત્વ હતું. હેલિયોપોલિસ એ ગ્રીક નામ છે અને ઇજિપ્તમાં તેને ઇયુનુ કહેવામાં આવતું હતું. પ્રાચીન ઇજિપ્તીયન ધર્મ અનુસાર, હેલીઓપોલિસ એ સ્થાન છે જ્યાં પ્રથમ સૂર્યોદય સાથે વિશ્વની રચના કરવામાં આવી હતી. જર્મન પુરાતત્વ સંસ્થાનના કૈરો વિભાગના ડાયરેક્ટર ડીટ્રીચ રાઉએ આ માહિતી આપી.










