• કંબોડિયાની રાજધાની ફ્નોમ પેન્હમાં નાઈટ ક્લબમાં લાગી આગ
  • 6 ચીની નાગરિકો અને 2 વિયેતનામના નાગરિકો આગનો ભોગ બન્યા
  • પોલીસની પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જણાવ્યું

કંબોડિયાની રાજધાની ફ્નોમ પેન્હમાં શનિવારે (1 જુલાઈ) નાઈટ ક્લબમાં લાગેલી આગમાં 8 લોકોના મોત થયા હતા. સાઉથ ચાઈનાના અહેવાલ મુજબ, 6 ચીની નાગરિકો અને 2 વિયેતનામના નાગરિકો આગનો ભોગ બનેલા લોકોમાં સામેલ છે.

ફ્નોમ પેન્હની સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે ફ્નોમ પેન્હ શહેરના 6969 નાઈટક્લબમાં શનિવારે સ્થાનિક સમયાનુસાર સાંજે લગભગ 5 વાગ્યે આગ લાગી હતી. પીડિતો 5 માળની ઈમારતના ઉપરના માળે ફસાઈ ગયા હતા. અધિકારીઓ આગના કારણની તપાસ કરી રહ્યા છે.

એક વર્ષમાં 454 અકસ્માત

અહેવાલ મુજબ, આગને બુઝાવવામાં ઘણા કલાકો લાગ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જણાવે છે. ફ્નોમ પેન્હમાં આ ઘટના ગયા વર્ષે ડિસેમ્બરમાં થાઈ-કંબોડિયન બોર્ડર પર એક કેસિનોમાં આગ બાદની છે જેમાં 26 લોકો માર્યા ગયા હતા. ગ્રાન્ડ ડાયમંડ સિટી હોટેલ કેસિનોમાં આગ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી અનુસાર, કંબોડિયામાં વર્ષ 2022માં દેશભરમાં 454 આગ અકસ્માતો નોંધાયા હતા જેમાં 42 લોકોના મોત થયા હતા અને 55 અન્ય લોકો ઘાયલ થયા હતા.

આગ ઓલવવામાં વિલંબ

નેશનલ કમિટિ ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટના વાઇસ ચેરમેન કુન કિમના જણાવ્યા અનુસાર, કેટલાક પીડિતો દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા કેટલાક ઓક્સિજનના અભાવે મૃત્યુ પામ્યા હતા અને કેટલાક કેસિનો સંકુલની બહાર નીકળતી વખતે ફસાયા હતા અને મૃત્યુ પામ્યા હતા.

વાઇસ પ્રેસિડેન્ટ કુન કિમે પણ કહ્યું હતું કે અધિકારીઓએ આગને ઓલવવામાં ઘણો સમય લીધો હતો, જેનું કારણ કેસિનોના જટિલ લેઆઉટ અને બચાવ મશીનોની અછતને આભારી છે.

  • Follow us on: