- બી ઓન ધ લુકઆઉટ યાદીમાં મૂકવામાં આવ્યો
- ભારતે આ મુદ્દો કેનેડા સરકાર સમક્ષ ઉઠાવ્યો છે
- પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા હત્યા કેસનો મુખ્ય આરોપી
પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના મુખ્ય આરોપી ગેંગસ્ટર ગોલ્ડી બ્રારની મુશ્કેલીઓ વધી ગઈ છે. કેનેડિયન પોલીસે જાહેર કરેલા 25 મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં ગોલ્ડી બ્રારનું નામ સામેલ કરવામાં આવ્યું છે. તે યાદીમાં 15મા નંબરે છે. તેના પર ઈનામ પણ રાખવામાં આવ્યું છે, કેનેડામાં તેના પર હત્યાનો આરોપ છે.
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના કહેવા પર ગોલ્ડી બ્રારને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. કેનેડા પોલીસે ગોલ્ડી બ્રાર પર ઇન્ટરપોલના આદેશ પર આ કાર્યવાહી કરી છે. ગોલ્ડી બ્રારને કેનેડા સરકાર દ્વારા બી ઓન ધ લુકઆઉટ યાદીમાં મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં જ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી NIAએ ગોલ્ડી બ્રાર અને તેના સહયોગીઓ લોરેન્સ બિશ્નોઈ, અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં તેના આતંકવાદી સંગઠનો સાથે સંબંધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.










