કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સમસ્યાઓ વધતી નજરે આવી રહી છે. કેનેડામાં ટ્રુડોના રાજીનામાની માંગ તેજ થઈ છે. સાંસદોએ તેઓનું રાજીનામું આપવા 28 ઑક્ટોબર સુધીનું અલ્ટિમેટમ આપી દીધું છે. લિબરલ સાંસદોએ પાર્લિયામેન્ટ હિલ પર એકઠા થઈ ટ્રુડોના રાજીનામું આપવાની માંગ કરી છે. જેમાંથી અસંતુષ્ઠ સાંસદોએ જસ્ટિન ટ્રુડોને પોતાની ફરિયાદ જણાવી. આવામાં હવે એ કહી શકાય કે ટ્રુડો વિરુદ્ધ પક્ષની અંતર રહેલો અસંતોષ ખુલીને સામે આવી ગયો છે. 


 દસ્તાવેજ રજૂ કર્યો

હાઉસ ઓફ કોમન્સના સત્રમાં સાંસદોએ જસ્ટિન ટ્રુડોના રાજીનામાની માંગ ઉઠાવી છે. બુધવારે યોજાયેલી બેઠકમાં, અસંતુષ્ટ સાંસદોએ તેમની ચિંતાઓ સીધી પીએમ ટ્રુડો સુધી પહોંચાડી હતી. આનાથી સ્પષ્ટ છે કે ટ્રુડોને તેમની જ પાર્ટીની અંદરથી વધતા અસંતોષનો સામનો કરવો પડી રહ્યો છે. અસંતુષ્ટ લિબરલ સાંસદોએ પણ ટ્રુડોને પીએમ પદ છોડવા માટે 28 ઑક્ટોબર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. બુધવારે કોકસ મીટિંગ દરમિયાન, ટ્રુડોના રાજીનામાના કેસની રૂપરેખા આપતો દસ્તાવેજ પણ રજૂ કરવામાં આવ્યો હતો.

24 સાંસદોએ કરાર પર હસ્તાક્ષર કર્યા

મળતી માહિતી અનુસાર, 24 સાંસદોએ ટ્રુડોને રાજીનામું આપવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે, અંધર ખાને મળેલી બેઠક દરમિયાન, બ્રિટિશ કોલંબિયાના સાંસદ પેટ્રિક વ્હીલરે એક દસ્તાવેજ રજૂ કર્યો જેમાં ટ્રુડોના રાજીનામાની તરફેણમાં દલીલ કરવામાં આવી હતી. તે સૂચન કરે છે કે લિબરલ પાર્ટી યુએસ પ્રમુખ જો બાઈડેને રાષ્ટ્રપતિ માટે ન લડવાનું પસંદ કર્યા પછી ડેમોક્રેટ્સે જે જોયું તેના જેવું જ કંઈક અનુભવી શકે છે. ત્રણ કલાક સુધી ચાલેલી બેઠકમાં સાંસદોને તેમના વિચારો વ્યક્ત કરવા માટે બે-બે મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. આ દરમિયાન ઘણા સાંસદો ટ્રુડો વિરુદ્ધ જોવા મળ્યા હતા અને કેટલાક તેમનું સમર્થન કરતા જોવા મળ્યા હતા.

ભારત સાથેના સંબંધોમાં તણાવ યથાવત્

આ દરમિયાન, પીએમ જસ્ટિન ટ્રુડોએ તાજેતરમાં ફરી એકવાર ભારત પર પાયાવિહોણા આરોપો લગાવ્યા છે. તેમણે ખાલિસ્તાની નિજ્જરની હત્યામાં ભારતનો હાથ દર્શાવ્યો હતો. જોકે, ભારતે તેના આરોપોને ફગાવી દીધા છે. ટ્રુડોના કારણે કેનેડા અને ભારતના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. ભારતે કેનેડામાંથી પોતાના હાઈ કમિશનરને પણ પાછું ખેંચી લીધું છે.


  • Follow us on: