• કેનેડાના PMએ હકીકતનો સ્વીકાર કર્યો
  • દુનિયામાં ભારતનો પ્રભાવ : ટ્રૂડો
  • ભારત સાથે ઘનિષ્ઠ સંબંધ માટે તૈયાર : ટ્રૂડો

ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના આરોપ પર ભારતની કાર્યવાહી બાદથી ભારત અને કેનેડાના સંબંધો નાજુક બની ચૂક્યા હતા. ભારતની કડક નીતિ બાદ હવે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂ઼ડો નરમ પડ્યા છે. તેઓએ કહ્યું કે કેનેડા ભારતની સાથે પોતાના ઘનિષ્ઠ સંબંધ બનાવવાને લઈને પ્રતિબદ્ધ છે.

જસ્ટિન ટ્રૂડોએ એમ પણ કહ્યું કે વિશ્વસનીય આરોપો હોવા છતાં પણ ભારત સરકાર છેલ્લા જૂનમાં બ્રિટિશ કોલંબિયામાં શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હતું, કેનેડા હજુ પણ ભારતની સાથે ગાઢ મિત્રતા બનાવવા માટે જાણીતું છે. ટ્રૂડોએ કહ્યું કે તેમને લાગે છે કે આ મહત્ત્વનું છે કે કેનેડા અને તેમના સહયોગી વિશ્વ મંચ પર ભારતના વધતા મહત્ત્વને જોતાં તેની સાથે રચનાત્મક અને ગંભીરતા સાથે જોડાયેલા રહે.

[[$googlead]]

ભારત વધતી આર્થિક તાકાત- ટ્રૂડો

[[$alsoread]]

તેઓએ કહ્યું કે ભારત એક વધતી આર્થિક શક્તિ અને મહત્વપૂર્ણ ભૂ-રાજનીતિક તાકાત છે અને જેવું અમે ગયા વર્ષે ઈન્ડો પેસિફિક તાકાતની રણનીતિ રજૂ કરી હતી કે અમે ભારતની સાથે ગાઢ સંબંધો બનાવવાને લઈને ગંભીર છીએ. તો સાથે જ જાહેર છે કે કાયદાના શાસનના રૂપમાં આપણે એ વાત પર ભાર આપવાની જરૂર છે કે ભારતે એ નક્કી કરવું જોઈએ કે તેને કેનેડાની સાથે કામ કરવાની જરૂર છે જેથી આ મુદ્દે તમામ તથ્યો મળે.

ટ્રૂડોને લાગ્યો ઝટકો

આ સમયે નિજ્જરના મોતની પાછળ ભારતનો હાથ જણાવનારા કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રૂ઼ડોને અમેરિકાની તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ટ્રૂ઼ડોએ આશા રાખી છે કે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પોતાના ભારતીય સમકક્ષ એસ જયશંકરની સાથે મુલાકાત સમયે નિજ્જરની હત્યાનો મુદ્દો ઉઠાવશે પણ ભારતના વિદેશમંત્રીએ જે નિવેદન આપ્યું તેમાં નિજ્જરનો ઉલ્લેખ પણ નથી.

નિજ્જરની હત્યા બાદ બગડ્યા સંબંધો

બ્રિટિશ કોલંબિયામાં 18 જૂને 45 વર્ષના ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોએ થોડા દિવસ પહેલા આરોપ લગાવતા કહ્યું કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટની સંભવિત હાજરી સામે આવી છે. આ આરોપ પછી ભારત અને કેનેડાની વચ્ચે સંબંધો વણસ્યા છે. ભારતે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કરાયા હતા.

ભારતે ટ્રુડોના આરોપોને 'વાહિયાત' અને 'પ્રેરિત' ગણાવીને ફગાવી દીધા હતા અને આ બાબતે એક ભારતીય અધિકારીની ઓટ્ટાવા દ્વારા હકાલપટ્ટીના બદલામાં એક વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા. આ પછી સંરક્ષણ પ્રધાન બ્લેરે ભારત સાથેના સંબંધોને "મહત્વપૂર્ણ" ગણાવ્યા અને કહ્યું કે કેનેડા ત્યાં સુધી ભાગીદારી ચાલુ રાખશે જ્યાં સુધી આરોપોની તપાસ ચાલુ રહેશે.

  • Follow us on: