• ટોરોન્ટોમાં સતત 5 કલાકના વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે
  • કેનેડાના અનેક શહેરો વરસાદ અને પૂરથી પ્રભાવિત થયા છે
  • કેનેડામાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે

ત્રણ મોટા વાવાઝોડાએ મંગળવારે કેનેડાના ટોરોન્ટોના ભાગોમાં સતત વરસાદ પડી રહ્યો થે, જેના કારણે પૂર જેવી સ્થિતિ જોવા મળી છે. મોટા એક્સપ્રેસવે પર ઘણા વાહનચાલકો ફસાયા હતા, શહેરમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી અને એરલાઈન્સે સેવાઓ ઘટાડવી પડી હતી.

વીજ પુરવઠો ખોરવાયો

રિપોર્ટ મુજબ શહેરમાં 100 મીમીથી વધુ વરસાદ પડ્યો હતો, જેને 1941નો રેકોર્ડ તોડ્યો છે. સ્થાનિક વીજળી વિતરણ કંપની ટોરોન્ટો હાઈડ્રોએ જણાવ્યું હતું કે 167,000 થી વધુ ગ્રાહકો વીજ વિહોણા છે. તેમાં જણાવ્યું આવ્યું હતું કે ટ્રાન્સમિશન સ્ટેશન પર શંકાસ્પદ પૂરના કારણે વિક્ષેપ સર્જાયો હતો.

 

ફ્લાઈટ રદ્દ કરવામાં આવી

લેક ઓન્ટારિયોમાં ટોરોન્ટો આઈલેન્ડ પર બિલી બિશપ એરપોર્ટ પર ઘણી ફ્લાઈટ્સ વિલંબિત અથવા રદ્દ કરવામાં આવી હતી. એરપોર્ટે જણાવ્યું હતું કે રાહદારી ટનલ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી હતી કારણ કે તે પૂરથી ભરાઈ ગઈ હતી.

 

 

ઓન્ટારિયો હાઈવે પણ બંધ કરવામાં આવ્યો

ટોરોન્ટો પોલીસે જણાવ્યું હતું કે ડોન નદીના કિનારે ચાલતો મુખ્ય એક્સપ્રેસ વે ડોન વેલી પાર્કવે બંને દિશામાં પૂરથી ભરાઈ ગયો હતો. પૂરના કારણે અન્ય ઓન્ટારિયો હાઈવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે રસ્તો ફરીથી ખોલવામાં ઓછામાં ઓછો એક દિવસ લાગશે, જ્યારે પાણી દૂર થશે અને રસ્તો સાફ થઈ જશે.

 

 

ઓછામાં ઓછા 14 લોકોને તેમની કારમાંથી બચાવી લેવામાં આવ્યા હતા. એક વ્યક્તિને તેની કારની છત પરથી ખેંચવામાં આવ્યો હતો. જ્યારે તેને બહાર ખેંચવામાં આવ્યો ત્યારે તેની કાર પૂરથી ભરાયેલા હાઈવે પર અટવાઈ ગઈ હતી.

  

 

જુલાઈની સરેરાશ કરતાં ત્રણ કલાકમાં 25% વધુ વરસાદ

મીડિયા રિપોર્ટ મુજબ હવામાનશાસ્ત્રી ડેવ ફિલિપ્સે જણાવ્યું હતું કે શહેરમાં "સામાન્ય રીતે જુલાઈ મહિનાના આખા મહિના કરતાં ત્રણ કલાકમાં 25% વધુ વરસાદ પડ્યો હતો." મીડિયા રિપોર્ટ મુજબ શહેરમાં નદીઓ અને નાળાઓ છે, તેથી ટોરોન્ટોમાં પાણીનું સ્તર વધવાનું જોખમ છે. ટોરોન્ટો અને રિજન કન્ઝર્વેશન ઓથોરિટીએ ચેતવણી આપી હતી કે કિનારાઓ, નદીઓ અને નાળાઓ નજીકના વિસ્તારો ખાસ કરીને પૂરની સંભાવના ધરાવે છે.

Image - X

  • Follow us on: