- સોનાની લગડીઓ અને વિદેશી નાણાં ભરેલું આખું કન્ટેનર ચોર ચોરી ગયા
- કેનેડાના ઈતિહાસની આ સૌથી મોટી ચોરીમાં પાંચ આરોપીની ધરપકડ કરાઈ
- ચોરો ઠંડા કલેજે આખું કન્ટેનર ઉઠાવી તો ગયા પણ આખરે પકડાઈ પણ ગયા
વિશ્વ ઈતિહાસમાં ચોરીઓની ઘટનાઓ તો બનતી હોય છે. પરંતુ આ એક દેશમાં ચોરીની એવી ઘટના બની કે આની નોંધ ઐતિહાસિક ગણતરીમાં મૂકી શકાય તેમ છે. જી હા... કેનેડા દેશના ટોરન્ટોમાં આવેલા મુખ્ય એરપોર્ટ પરથી કરોડો ડોલરના સોનાની ચોરી એવી સિફતપૂર્વક કરાઈ કે પોલીસ, તપાસ એજન્સીઓ પણ વિચારમાં પડી ગઈ અને કોઈને ખબર ન પડી કે આટલા કરોડો સોનું એને વિદેશી નાણાંનું આખે આખું કન્ટેનર એરપોર્ટથી ચોરોએ ગાયબ કરી નાંખ્યું છે.
કેનેડા દેશના ઈતિહાસની આ સૌથી મોટી ચોરી આશરે એક મહિના પહેલાં થઈ હતી. પરંતુ પાંચ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે ગત 17 એપ્રિલે એરપોર્ટથી નકલી દસ્તાવેજોને આધાર બનાવીને એક સિક્યોરિટી સ્ટોરેજ એજન્સીથી આખું કન્ટેનર ચોરી લેવાયું હતું. આ કન્ટેનરરમાં બે કરોડ 20 લાખ કેનેડિયન ડોલરથી વધુ કિંમતની સોનાના લગડી અને વિદેશી નાણું રાખેલું હતું. જેથી આની કુલ કિંમત તો કરોડો ડોલર કરતાં વધી ગઈ હતી. જો કે આ ચકચારી ઐતિહાસિક ચોરીમાં સંડોવાયેલ શખ્સો ભારતીય મૂળના હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે.













