ભારતીયો સહિત વિશ્વભરના વિદ્યાર્થીઓનો ધીમે ધીમે કેનેડા પ્રત્યે પ્રેમ ઓછો થતો જાય છે. જ્યારથી વડા પ્રધાન જસ્ટિસ ટ્રુડોની સરકારે અભ્યાસ પરમિટ જાહેર કરવા પર મર્યાદા લાદી છે ત્યારથી વિદ્યાર્થીઓ કેનેડાને બદલે અન્ય દેશોમાં પ્રવેશ લઈ રહ્યા છે. જેના કારણે કેનેડાને પણ હજારો કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. જસ્ટિન ટ્રુડોની સરકારે જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે તે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અસ્થાયી ધોરણે અભ્યાસ વિઝા સસ્પેન્ડ કરી રહી છે.


દેશના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરના જણાવ્યા મુજબ સ્ટડી વિઝા ઈશ્યુ કરવા પર પ્રતિબંધના કારણે 2024માં માત્ર 3,64,000 સ્ટડી પરમિટ ઈશ્યુ કરવામાં આવશે. આ સંખ્યા 2023ની સરખામણીમાં 35% ઓછી છે. "2024 ના બીજા ક્વાર્ટરમાં કેનેડા સરકાર દ્વારા પ્રક્રિયા કરવામાં આવેલી નવી સ્ટડી પરમિટની અરજીઓની સંખ્યામાં 2023 ના બીજા ક્વાર્ટરની સરખામણીમાં 54 ટકાનો ઘટાડો થયો છે."

2024 માં કેટલા લોકો કેનેડા સ્ટડી વિઝા મેળવી શકશે?

રિપોર્ટનો અંદાજ છે કે 2024માં પ્રક્રિયા કરાયેલી અરજીઓની સંખ્યામાં 39 ટકાનો ઘટાડો થશે. જો પરિસ્થિતિ આવી જ ચાલુ રહે છે, તો 2024 ના બીજા છ મહિનામાં લગભગ 2,30,000 નવી સ્ટડી પરમિટ આપવામાં આવશે. એક રિપોર્ટ મુજબ "જો ઉપરોક્ત અભ્યાસ પરમિટની પ્રક્રિયાના અંદાજો સાચા હોય અને અભ્યાસ પરમિટની મંજૂરી દર 51% પર રહે, તો એવો અંદાજ છે કે 2024 માં, ફક્ત 231,000 જેટલી જ નવી સ્ટડી પરમિટ આપવામાં આવશે." "2023માં 4,36,000 નવી સ્ટડી પરમિટ જાહેર કરવામાં આવી હતી. જો આ વર્ષે લગભગ 2,31,000 નવી સ્ટડી પરમિટ જાહેર કરવામાં આવે તો તે ગયા વર્ષની સરખામણીમાં 47% ઓછી હશે."

કેનેડા છોડીને આ દેશોમાં જાય છે વિદ્યાર્થી

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓનો મોહ હવે કેનેડાથી શિફ્ટ થઈ રહ્યો છે. નવા નિયમો મૂંઝવણ પેદા કરી રહ્યા છે. કેનેડાથી દૂર જઈ રહેલા વિદ્યાર્થીઓ હવે અભ્યાસ માટે અમેરિકા, જર્મની, ઈટાલી અને અન્ય દેશો તરફ વળ્યા છે. ઓસ્ટ્રેલિયા અને બ્રિટન પણ વિદ્યાર્થીઓમાં વધુ લોકપ્રિય બની રહ્યા છે.

જો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કેનેડા ન આવે તો કેટલું નુકસાન થશે?

વિદેશી વિદ્યાર્થીઓ કેનેડામાં કુલ 37.3 બિલિયન કેનેડિયન ડોલર (લગભગ રૂ. 2.4 લાખ કરોડ) ટ્યુશન ફી, રહેઠાણ અને ભોજન સહિત અન્ય બાબતો પર ખર્ચ કરે છે. આ આંકડો 2022નો છે. આટલું જ નહીં પરંતુ વિદેશી વિદ્યાર્થીઓ રેસ્ટોરન્ટમાં કામ કરવા અને દેશમાં ડિલિવરી જેવી નાની નોકરીઓમાં પણ યોગદાન આપે છે. જો કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે તો તેની સીધી અસર તેની અર્થવ્યવસ્થા પર પડશે. ગયા વર્ષની સરખામણીમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા અડધી થઈ ગઈ છે. આવામાં કેનેડાને ઓછામાં ઓછું 1.25 લાખ કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડશે.

Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.

  • Follow us on: