• વિદેશમાં રહેતા ભારતીયો દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી
  • ટોરન્ટોમાં રહેતા ભારતીયોએ તિરંગો લહેરાવ્યો
  • MICA દ્વારા ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું

સ્વતંત્રતા દિવસની ભારતમાં તો ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પણ સાથે જ વિદેશમાં રહેતા ભારતીયો દ્વારા પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં મળતી માહિતી અનુસાર કેનેડામાં રહેતા ભારતીયો દ્વારા પણ સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.


[[$googlead]]

[[$alsoread]]

ભારતના સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી

બ્રેમ્પટન સિટી હોલ કેનેડા ખાતે ભારતીયો દ્વારા ભારતના સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ટોરન્ટોમાં રહેતા ઘણા ભારતીયો દ્વારા સૌથી મોટો ભારતીય ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.

ટોરન્ટોમાં ભારતીયો દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી

ટોરન્ટોમાં રહેતા ભારતીયો દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ભારતીય ધ્વજનું વજન 31 કિગ્રા હતું. સાથે જ કદ 40X60 ફૂટ હતો. MICA - My Indians in Canada Associated દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બ્રેમ્પટનના મેયર, MICA ચેરમેન અશ્વની અગ્રવાલ, સમિતિના સભ્યો પથિક શુક્લ, ડોન પટેલ અને આનંદ અય્યર પણ ઉપસ્થિત રહ્યા હતા. 

  • Follow us on: