- કેનેડાના ડાઉનટાઉન ટોરંટોમાં હજારો લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા
- શેખ હસીનાના રાજીનામા બાદ બાંગ્લાદેશમાં અરાજકતા, હિંસાનો દોર હજી થમ્યો નથી
- કેનેડા અને અમેરિકામાં હિંદુઓ વિરુદ્ધ હિંસાના વિરોધમાં ઠેર-ઠેર પ્રદર્શન યોજાયા
પાડોશી દેશ બાંગ્લાદેશમાં પૂર્વ પીએમ શેખ હસીનાના રાજીનામા પછી હિંદુઓ વિરુદ્ધ હિંસા ભડકી ઉઠી હતી. જે બાદ ઠેર-ઠેર હિંદુઓના ઘરો, દુકાનો અને કોમર્શિયલ સેન્ટર્સમાં આગચંપી, તોડફોડ કરવામાં આવી હતી. આ અરાજકતા અને હિંસાના વિરોધમાં કેનેડામાં વિરોધ પ્રદર્શન યોજાયું. કેનેડાના ડાઉનટાઉન ટોરન્ટોમાં દેખાવો યોજવામાં આવ્યા હતા. હિંદુ, ખ્રિસ્તી, બૌદ્ધ અને યહૂદી મૂળના કેનેડિયન લોકો ટોરન્ટોમાં એકઠા થઈ વિરોધ પ્રદર્શન કરી ન્યાય જોઈએ, ન્યાય જોઈએના સૂત્રોચ્ચાર કર્યા હતા.
મોટી જનમેદની વિરોધમાં જોડાઈ
કેનેડામાં દેખાવકારોમાંથી એક વ્યકિતએ અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે, ટોરન્ટોમાં બાંગ્લાદેશી મસ્જિદોને ઈ-મેઈલ મોકલ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈએ પણ જવાબ નથી આપ્યો. કદાચ અમે જવાબ આપીએ. અથવા તેઓ વીક-એન્ડમાં હોવાથી બીઝી હશે. સમુદાયના નેતાઓએ હિંદુઓ પર થતા અત્યાચાર પર પોતાની ચિંતા દર્શાવી હતી. બાંગ્લાદેશમાં જે કાંઈ થઈ રહ્યું છે તેઓ પોતાના ભાઈઓની સાથે છે. આ ઉપરાંત વધુમાં જણાવ્યું કે, એકજૂથતા દર્શાવવા મોટી સંખ્યામાં એકઠા થયા આ સારો સંકેત છે. આ સિવાય કેનેડિયન રાજનીતિને ભાર પૂર્વક કહ્યું કે ઈ-મેઈલ, ટ્વિટ અને કોલ પછી પણ તેઓ અમારી વાત નથી સાંભળી રહ્યા. આ ઉપરાંત સમુદાયના નેતાઓએ હિંદુઓ પર હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી.
બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષાનું આહ્વાન
આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સોશિયલ મીડિયા એક્સ પર એક સંદેશ પોસ્ટ કર્યો હતો. આ સંદેશમાં બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા અને સંરક્ષનું આહ્વાન કર્યું હતું. પ્રોફેસર મોહમ્મદ યુનુસને તેઓની નવી જવાબદારીઓ સંભાળવા પર શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત બાંગ્લાદેશમાં ફરી સ્થિતિ સામાન્ય બને તેવી આશા કરી હતી.
બાંગ્લાદેશની 170 મિલિયન વસ્તીમાં આશરે આઠ ટકા હિંદુઓ રહે છે
હિંસાથી બચવા માટે હજારો બાંગ્લાદેશી હિંદુ પાડોશી દેશ બાંગ્લાદેશથી ભારત આવી રહ્યા છે. બાંગ્લાદેશની બાંગ્લાદેશની 170 મિલિયન વસ્તીમાં આશરે આઠ ટકા હિંદુઓ રહે છે. જે પારંપરિક રીતે હસીનાની અવામી લીગ પાર્ટીને ટેકો આપે છે. જેને ગત મહિને અનામત વિરોધી દેખાવકારો અને સુરક્ષાદળો વચ્ચે હિંસક ઝપાઝપી પછી આકરી ટીકીનો સામનો કરવો પડયો છે.