• નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડાના સંબંધોમાં કડવાશ 
  • NIAએ ખાલિસ્તાની આતંકવાદીઓની નવી યાદી બનાવી
  •  ભાગેડુ ખાલિસ્તાનીઓની ભારતમાં તમામ મિલકતો જપ્ત કરવામાં આવશે

કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડાના સંબંધોમાં કડવાશ ચરમસીમાએ છે. આ દરમિયાન પંજાબમાં આતંકવાદને ડામવા માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ખાલિસ્તાની આતંકવાદીઓની નવી યાદી બનાવી છે. હવે સરકાર તેમના આર્થિક સ્ત્રોતો બંધ કરવા પર કામ કરી રહી છે.

આ યાદીમાં એવા ઘણા લોકો સામેલ છે જે વિદેશમાં બેસીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે. SFJ ચીફ ગુરપતવંત સિંહ પન્નુની સંપત્તિ જપ્ત કર્યા બાદ ભાગેડુ ખાલિસ્તાની આતંકવાદીઓની આ નવી યાદી તૈયાર કરવામાં આવી છે.

[[$googlead]]

ખાલિસ્તાનીઓની ભારતમાં તમામ મિલકતો જપ્ત કરશે

[[$alsoread]]

NIAના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બ્રિટન, અમેરિકા, કેનેડા, દુબઈ, પાકિસ્તાન અને અન્ય દેશોમાં રહેતા ભાગેડુ ખાલિસ્તાનીઓની ભારતમાં તમામ મિલકતો જપ્ત કરવામાં આવશે. આ મિલકતો UAPAની કલમ 33(5) હેઠળ જપ્ત કરવામાં આવશે.

NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ યાદી એવા 19 ખાલિસ્તાની આતંકવાદીઓની તૈયાર કરવામાં આવી છે જેઓ વિદેશમાં રહીને ભારત વિરુદ્ધ ભારત વિરોધી પ્રચાર ચલાવી રહ્યા છે. આ યાદીમાં આ ખાલિસ્તાની આતંકવાદીઓના નામ સામેલ છે.

ખાલિસ્તાની આતંકવાદીઓની આ નવી યાદી 

1.પરમજીત સિંહ પમ્મા-યુ.કે

2.વધવા સિંહ (બબ્બર ચાચા) - પાકિસ્તાન

3.કુલવંતસિંહ મુથરા- યુ.કે

4.જય ધાલીવાલ -યુએસએ

5.સુખપાલ સિંહ-યુ.કે

6-હરપ્રીત સિંહ (રાણા સિંહ) - યુ.એસ

7.સરબજીત સિંહ બેનૂર- યુ.કે

8.કુલવંત સિંહ (કાંતા) - યુ.કે

9. હરજાપ સિંહ (જપ્પી સિંહ) યુ.એસ

10.રણજીત સિંહ નીતા- પાકિસ્તાન

11.ગુરમીત સિંહ (બગ્ગા બાબા)

12.ગુરપ્રીત સિંઘ (બળવાખોર) - યુ.કે

13. જસમીત સિંહ હકીમઝાદા- દુબઈ (ડ્રગ સ્મગલર)

14.ગુરજંત સિંહ ધિલ્લોન- ઓસ્ટ્રેલિયા

15- લખબીર સિંહ રોડ- કેનેડા

16.અમરદીપ સિંહ પુરવાલ- યુ.એસ

17.જતિન્દર સિંહ ગ્રેવાલ- કેનેડા

18- દુપિન્દર જીત - બ્રિટન

19- એસ. હિંમત સિંહ- યુ.એસ

તમને જણાવી દઈએ કે ભારતીય ગુપ્તચર એજન્સીઓએ કેનેડામાં માર્યા ગયેલા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર પર ડોઝિયર જાહેર કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે નિજ્જરે કેનેડાની ધરતી પર તેની સંસ્થાને તાલીમ, ધિરાણ અને સંચાલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

 ISIની મદદથી પાકિસ્તાનમાં ટ્રેનિંગ લીધી

નિજ્જરે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIની મદદથી પાકિસ્તાનમાં ટ્રેનિંગ લીધી હતી અને દેશના અન્ય ખાલિસ્તાની નેતાઓ સાથે સંબંધો બનાવવાનું શરૂ કર્યું હતું. દસ્તાવેજમાં જણાવાયું છે કે તેણે પંજાબ અને ભારતના અન્ય ભાગોમાં આતંકવાદી ગતિવિધિઓને પણ ભંડોળ પૂરું પાડ્યું હતું.

ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંના એક નિજ્જરને કેનેડામાં બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરે શહેરમાં ગુરુદ્વારાની બહાર બે અજાણ્યા હુમલાખોરોએ 18 જૂને ઠાર માર્યો હતો. તે પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો.

  • Follow us on: