આજકાલ કેનેડા ભારતીયોની પહેલી પસંદ છે. ભારતના મોટાભાગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા કેનેડા જવા માંગે છે અને યુવાનો કેનેડાની શ્રેષ્ઠ સંસ્થાઓમાંથી અભ્યાસ કરવાની તક શોધે છે. જ્યારે અભ્યાસ માટે વિદેશ જવાની વાત આવે છે, ત્યારે ભારતીય વિદ્યાર્થીઓ આ લિસ્ટમાં કેનેડાને ટોપ પર રાખે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ કેનેડાને પસંદ કરે છે તેના ઘણા કારણો છે.


કેનેડામાં સ્થાયી થવા માંગતા વિદેશીઓ માટે જસ્ટિન ટ્રુડોની સરકારમાં એક સુવર્ણ તક આવી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડાએ વિદેશીઓને એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ હેઠળ કાયમી નિવાસ માટે અરજી કરવા આમંત્રણ આપ્યું છે.

1000 આમંત્રણો કરવામાં આવ્યા જાહેર

આ આમંત્રણો 10 ઓક્ટોબરે મોકલવામાં આવ્યા હતા. ફેડરલ સ્કિલ્ડ વર્કર પ્રોગ્રામ, કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ અને ફેડરલ સ્કિલ્ડ ટ્રેડ્સ પ્રોગ્રામ માટે અરજી કરવા માટેનું આમંત્રણ આ રાઉન્ડ દ્વારા જાહેર કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ મુજબ જણાવવામાં આવ્યું છે કે 1000 આમંત્રણો જાહેર કરવામાં આવ્યા છે.

અંગ્રેજી અથવા ફ્રેન્ચ ભાષાની ક્ષમતા

રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે સૌથી નીચા ક્રમાંકિત ઉમેદવારનો CRS સ્કોર 444 હતો. આ એપ્લિકેશન ફ્રેન્ચ ભાષામાં નિપુણતાને આધીન જાહેર કરવામાં આવે છે. એક્સપ્રેસ એન્ટ્રી માટે પાત્ર બનવા માટે, અરજદારોએ માન્ય ભાષાની કસોટી લઈને તેમના પ્રોગ્રામ માટે જરૂરી ન્યૂનતમ પરિણામો પ્રાપ્ત કરવા આવશ્યક છે. તમારે તમારી એન્ટ્રી પ્રોફાઈલ કમ્પલીટ કરવા માટે તમારે તમારી અંગ્રેજી અથવા ફ્રેન્ચ લેંગ્જવેજની ક્ષમતા સાબિત કરવી પડશે.

દર બે અઠવાડિયે થશે કાર્યક્રમ

IERCC અરજદારોના અંગ્રેજી અથવા ફ્રેન્ચના લેવલને માપવા માટે CLB અને NCLC બેન્ચમાર્કનો ઉપયોગ કરે છે. કેનેડિયન સરકાર એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમનો ઉપયોગ કરતા ઉમેદવારો માટે દર બે અઠવાડિયે પસંદગીના કાર્યક્રમોનું આયોજન કરે છે. પ્રાંતીય નોમિની પ્રોગ્રામ (PNP) ની સૌથી તાજેતરની પસંદગી પ્રક્રિયા 7 ઓક્ટોબર 2024 ના રોજ યોજાઈ હતી. ત્યારબાદ અરજી કરવા માટે 1613 આમંત્રણ મોકલવામાં આવ્યા હતા.

પ્રાંતીય નોમિની પ્રોગ્રામ શું છે?

અન્ય દેશોની વ્યક્તિઓ કે જેઓ કેનેડામાં રહેવા આવવા ઈચ્છે છે તેઓ PNP અથવા પ્રાંતીય નોમિની પ્રોગ્રામ દ્વારા કેનેડિયન કાયમી નિવાસી દરજ્જા માટે અરજી કરી શકે છે. આ તેમને ચોક્કસ પ્રાંત અથવા પ્રદેશમાં રહેવા, કામ કરવા અને રહેવાની મંજૂરી આપે છે.

Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.

  • Follow us on: