- પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડ સરકારના નવા ઈમિગ્રેશનના નિયમો થયો ફેરફાર
- આ અચાનક બદલાયેલા નિયમોને કારણે વિદ્યાર્થીઓનું જીવન અસ્તવ્યસ્ત છે
- કેનેડા પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડ સરકારની આ દલીલ છે
કેનેડામાં અભ્યાસ કરવાનું સ્વપ્ન જોનારા વિદ્યાર્થીઓમાં પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડ નામનું પ્રાંત ઘણા ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીનું કારણ બની ગયું છે. પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડ સરકારના નવા ઈમિગ્રેશન નિયમોને લઈને છેલ્લા બે મહિનાથી ત્યાં વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધમાં સૌથી આગળ તે ભારતીય વિદ્યાર્થીઓ છે, જેમનું ભવિષ્ય આ અચાનક બદલાયેલા નિયમોને કારણે અસ્તવ્યસ્ત છે.
શું છે સમગ્ર મામલો?
પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડ કેનેડાનો એક સુંદર પ્રાંત છે, જે વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષી રહ્યો છે. ઓછા રહેવાના ખર્ચ અને રહેઠાણની સરળ ઉપલબ્ધતાને કારણે ઘણા ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરવા ગયા હતા. પરંતુ તાજેતરમાં પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડ સરકારે ઈમિગ્રેશન નિયમોમાં કડક ફેરફારો કર્યા છે. આ ફેરફારોની સીધી અસર ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ પર પડી રહી છે.
નવા નિયમો વિદ્યાર્થીઓને ઝટકો
પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડ સરકારે વિદેશી વિદ્યાર્થીઓને અપાતી ઈમિગ્રેશન પરમિટની સંખ્યામાં ઘટાડો કર્યો છે. આનો સીધો અર્થ એ થયો કે હવે ઓછા વિદેશી વિદ્યાર્થીઓને પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પહેલેથી જ પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડમાં અભ્યાસ કરી રહ્યાં છે તેઓને પણ તેમના વિઝા રિન્યૂ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા વિદ્યાર્થીઓના હાલના વિઝા સમાપ્ત થઈ રહ્યા છે, જેના કારણે તેઓએ ભારત પાછા ફરવું પડશે. જેના કારણે તેમનો અભ્યાસ ખોરવાઈ જવાનો ભય છે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સાથે થયો અન્યાય?
આ નવા નિયમો સામે વિદ્યાર્થીઓનો ગુસ્સો વ્યાજબી છે. ઘણા વિદ્યાર્થીઓએ પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડમાં રહેવાની વ્યવસ્થા કરી છે અને હવે અચાનક પાછા જવું પડશે. જેના કારણે તેઓને ખૂબ જ તકલીફ પડી રહી છે. કેટલાક વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂર્ણ કરવાના છે, પરંતુ નવા નિયમોના કારણે તેમના માટે નવા વિઝા મેળવવું મુશ્કેલ બની ગયું છે. તેમની મહેનત અને પૈસા બંને વ્યર્થ જવાનો ભય છે. વિદ્યાર્થીઓનો એવો પણ આક્ષેપ છે કે આ નવા નિયમો ભેદભાવપૂર્ણ છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે.
કેનેડા પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડ સરકારની દલીલ
પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડ સરકાર કહે છે કે તેણે આ નવા નિયમો એટલા માટે બનાવ્યા છે કારણ કે તાજેતરના વર્ષોમાં પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડમાં રહેતા લોકોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. જેના કારણે હોસ્પિટલો, શાળાઓ અને ભાડાના મકાનો પર ભારણ વધી રહ્યું છે. સરકારનું માનવું છે કે નવા નિયમો પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડના સ્થાનિક લોકોને વધુ નોકરી અને શિક્ષણની તકો પ્રદાન કરશે અને ત્યાંના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરનો બોજ પણ ઘટાડશે.
Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.