ભારત અને કેનેડાની વચ્ચે એકવાર ફરીથી તણાવ વધી ગયો છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિઝ્ઝર હત્યા કેસમાં કેનેડાના પાયા વિહોણા આરોપો અંગે ભારત સરકારનું વલણ કડક જોવા મળ્યું છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સૌથી પહેલા આ કેસમાં ગંભીર આરોપ ભારત પર લગાવ્યા હતા. ત્યારે પણ બંને દેશના ડિપ્લોમેટિક સંબંધ તણાવમાં આવી ગયા હતા.

હવે ફરી કેનેડાએ આ કેસમાં લાઈન ક્રોસ કરતા ભારતીય હાઈ કમિશનર અને કેટલાક ડિપ્લોમેટિકને શંકાસ્પજ જણાવ્યા છે, જેથી ભારત સરકારે મોટી કાર્યવાહી કરતા પોતાના ડિપ્લોમેટિકોને પરત બોલાવવા અને કેનેડાના છ ડિપ્લોમેટિકને ભારત છોડવાનું કહી દીધું છે. મળતી માહિતી અનુસાર, કેનેડાની ટ્રુડો સરકારની આક્રમકતાનું મુખ્ય કારણ આગામી વર્ષે યોજાનારી ચૂંટણી છે. ટ્રુડો પોતાની વોટબેંકના સાધવા ભારત સાથે ભીડાઈ રહ્યો છે.

જસ્ટિન ટ્રુડો પાંચ દેશોની મદદથી ભારતથી ભીડાયા?
આ આખા તણાવને લઈ જ્યારે કેનેડાના વિદેશ મંત્રી ભારત પર પ્રતિબંધ મૂકવાને લઈ સવાલ કર્યો તો તેઓએ જણાવ્યું કે, અમારી પાસે બધા વિકલ્પો ખુલ્લા છે. વિદેશ મંત્રીના આ નિવેદનથી સવાલ ઉઠે છે કે કેનેડા ભારતને આ પ્રકારની ધમકીઓ કોના આધારે આપી રહ્યું છે. ટ્રુડો સરકાર પાંચ આંખોની મદદથી ભારત પર દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ફાઈવ આઈસ જૂથમાં કેનેડા સહિત અમેરિકા, બ્રિટન, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે છે. આ બધા દેશો પરસ્પર ગુપ્તચર જાણકારીઓ જાહેર કરતા હોય છે. જેથી આને વિશ્વનું સૌથી મજબૂત ગુપ્તચર તંત્ર મનાય છે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું કે, તેઓએ નિજ્જર હત્યા કેસમાં ભારતની કથિત ભૂમિકાને લઈ ફાઈ આઈવ જૂથની સાથે પૂરતા પુરાવા જાહેર કર્યા છે. આમ છતાં ફાઈવ આઈજ ગૃપમાં કેનેડાને છોડી બાકી દેશોએ ભારતના સાથા સંબંધ છે. ગત વર્ષે કેનેડાની સાથે ચાલુ તણાવ છતા ભારત અને આ ચાર દેશોના સંબંધોમાં કોઈ અશર નથી પડી. એવું મનાઈ રહ્યું છે કે, કેનેડા ભારત પર પ્રતિબંધ મૂકશે તો ફાઈવ આઈસના બાકી દેશો પણ ભારત સાથેના સંબંધોમાં કડવાશ આવી જશે.
શું અમેરિકા ભારત વિરુદ્ધ જશે?
ફાઈવ આઈઝના સભ્ય અમેરિકાએ નિજ્જર હત્યાકાંડમાં કેનેડાના પાયાવિહોણા આરોપોને લઈને ભારતને સહયોગ આપવા કહ્યું છે, 'અમે ઈચ્છીએ છીએ કે ભારત સરકાર આ આરોપોની તપાસ કરે.' આ પહેલા પણ અમેરિકા આ મામલે કેનેડાની તરફેણમાં નિવેદન આપી ચૂક્યું છે. જોકે, અમેરિકાએ સ્વીકાર્યું છે કે ખાલિસ્તાની અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસના મામલામાં ભારત આરોપોને ગંભીરતાથી લઈ રહ્યું છે.

આ નિવેદનો સિવાય જો આપણે ભારત અને અમેરિકાના સંબંધો પર નજર કરીએ તો બંને દેશો મજબૂત સાથી છે, ખાસ કરીને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની આક્રમકતાને કારણે, અમેરિકા માટે તેના હિતોની રક્ષા માટે ભારતનું સમર્થન ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં અમેરિકા આ સમગ્ર મામલે ભારત વિરુદ્ધ કોઈપણ પ્રકારના પ્રતિબંધોને સમર્થન આપે તે શક્ય જણાતું નથી.

બ્રિટન સહિત અન્ય દેશોના માપેલા નિવેદનો
બીજી તરફ બ્રિટને આ સમગ્ર વિવાદમાં પ્રવેશ કર્યો છે. કેનેડાએ પીએમ કીર સ્ટારર સાથે ફોન પર વાત કરી છે, બંને નેતાઓએ કાયદો અને વ્યવસ્થાના મહત્વ પર ભાર મૂક્યો છે. જોકે, બ્રિટિશ વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં ભારતનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સાથે પણ ભારતના સારા સંબંધો છે, હાલમાં કેનેડાના આરોપોને લઈને આ દેશો દ્વારા કોઈ તાજેતરનું નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. જો કે, આ મુદ્દે અગાઉ આપવામાં આવેલા નિવેદનો ખૂબ જ સંતુલિત અને માપદંડ હતા, જેના કારણે એવું ક્યારેય નહોતું લાગતું કે આ પાંચ આંખના સાથી દેશો ભારત સામે કેનેડા સાથે ઉભા છે. 

 ભારત પર પ્રતિબંધથી કેનેડાને નુકસાન
જો કેનેડા ભારત વિરુદ્ધ કોઈપણ પ્રકારના પ્રતિબંધો લાદે છે, તો તેનાથી કેનેડાને મોટું નુકસાન થઈ શકે છે. કારણ કે, ભારત સરકારના સ્ટેન્ડ પરથી સ્પષ્ટ છે કે તે કેનેડાના આ પાયાવિહોણા આરોપો સામે તત્કાલીન પગલાં લઈ શકે છે. જો આમ થશે તો કેનેડિયન કંપનીઓ માટે ભારતમાં કારોબાર કરવાનું શક્ય બનશે નહીં, જ્યારે બંને દેશો વચ્ચે ચાલી રહેલા દ્વિપક્ષીય વેપાર પર પણ તેની મોટી અસર પડશે. ભારત અને કેનેડા વચ્ચે દ્વિપક્ષીય વેપાર બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો વિશે વાત કરીએ તો, કેનેડિયન કંપનીઓએ વર્ષ-2019 અને 2023 વચ્ચે ભારતમાં લગભગ 11.9 ડોલર બિલિયનનું રોકાણ કર્યું છે.

તાજેતરમાં 600થી વધુ કેનેડિયન કંપનીઓ ભારતમાં હાજર છે અને એક હજારથી વધુ કેનેડિયન કંપનીઓ ભારતમાં સક્રિયપણે બિઝનેસ કરી રહી છે. વર્ષ-2023માં ભારત અને કેનેડા વચ્ચે 9.36 અબજ ડોલરનો વેપાર થયો હતો, જ્યારે આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે 3.11 અબજ ડોલરનો વેપાર થયો હતો. આ સિવાય કેનેડાના પેન્શન ફંડે ભારતમાં લગભગ 4575 અબજ રૂપિયાનું રોકાણ કર્યું છે. આવી સ્થિતિમાં, જો કેનેડા કોઈપણ પ્રકારના આર્થિક-વ્યાપાર પ્રતિબંધ લાદશે તો તેની અસર કેનેડિયન કંપનીઓ અને ભારતમાં તેમના દ્વારા કરવામાં આવેલા રોકાણ પર પડશે.

  • Follow us on: