- ચીનનું તિયાનલોંગ-3 રોકેટ ભૂલથી લોન્ચ થઇ ગયું અને હવામાં ફાટયું
- વિસ્ફોટ એટલો જબરજસ્ત હતો કે માઇલો દૂરથી ધુમાડો જોઇ શકાતો હતો
- રોકેટને પૃથ્વીની નીચલી કક્ષા સુધી 17 ટન પે લોડ લઇ જઇ શકાય તે ડિઝાઇન કરવામાં આવ્યું હતું
વિશ્વના રહસ્યોને જાણવા વિશ્વભરના દેશો સતત રોક્ટ લોન્ચ કરતા હોય છે. પરંતુ આ વખતે ચીનની એક નાનકડી ભૂલે વિશ્વભરમાં તેને હાંસીપાત્ર બનાવી દીધું છે. ચીનનું તિયાનલોંગ-3 રોકેટ ભૂલથી લોન્ચ થઇ ગયું અને 50 સેકન્ડ જ હવામાં ઉડયા પછી હવામાં વિસ્ફોટ સાથે ફાટી ગયું. વિસ્ફોટ એટલો જબરજસ્ત હતો કે માઇલો દૂરથી ધુમાડો જોઇ શકાતો હતો.
આ ઘટનાએ ચીનની શી જિનપિંગ સરકારને બેકફુટ પર લાવી દીધી છે. જગતભરમાં હાંસીપાત્ર બન્યા પછી ચીનની સરકારે ઘટનાની તપાસ શરૂ કરી છે. જાણકારી મળી છે કે ચીનના આ શક્તિશાળી રોકેટનું લોન્ચિંગ હમણા નહોતું કરવાનું પરંતુ ભૂલથી રોક્ટ લોન્ચ થઇ ગયું હતું અને વિસ્ફોટ થતાં ફાટી પણ ગયું. આ ઘટના માટે ચીનની સરકારે આ રોકેટ બનાવનાર એક ખાનગી કંપનીને જવાબદાર ઠેરવી છે. જોકે રોક્ટ વિસ્ફોટ સાથે જ્યાં પડયું હતું તે વિસ્તાર પહેલેથી ખાલી કરાવી દીધેલો હતો, તેથી જાનહાનિથી બચી શકાયું. ઘટનામાં કોઇ ઘાયલ નથી થયું. કંપની આ પહેલાં તિયાનલોંગ-2 રોકેટને સફળતાપુર્વક લોન્ચ કરી ચૂકી છે.










