- અમેરિકાએ ખૂબ ઊંચા વ્યાજ દરે અબજો ડોલરની લોન આપી પાકિસ્તાનને
- કેટલાંક વિકસિત દેશોની નાણાકીય નીતિઓના લીધે પાકિસ્તાન પર આર્થિક સંકટ: ચીન
- તમામ પક્ષોએ પાકિસ્તાનના આર્થિક વિકાસ માટે નક્કર પગલાં ભરવા જોઇએ: ચીન
ખૂબ ઊંચા વ્યાજ દરે અબજો ડોલરની લોન આપીને પાકિસ્તાનને બરબાદ કરનાર ચીને હવે અમેરિકા સહિતના પશ્ચિમી દેશો પર દોષનો ટોપલો ઢોળ્યો છે. ચીને દાવો કર્યો છે કે તે હંમેશા તેના 'આયર્ન બ્રધર' પાકિસ્તાનને આર્થિક અને નાણાંકીય મદદ કરે છે. અમેરિકા તરફ ઈશારો કરતા ચીને કહ્યું કે કેટલાક વિકસિત દેશોની નાણાકીય નીતિઓને કારણે પાકિસ્તાન સહિત ઘણા વિકાસશીલ દેશોમાં આર્થિક સંકટ ચાલી રહ્યું છે. ચીને એવી પણ માગણી કરી હતી કે તમામ પક્ષોએ પાકિસ્તાનના આર્થિક અને સામાજિક વિકાસ માટે નક્કર પગલાં ભરવા જોઈએ.
ચીને આ દાવો એવા સમયે કર્યો છે જ્યારે IMFના રિપોર્ટ અનુસાર પાકિસ્તાન પર ચીનની 30 અબજ ડોલરથી વધુની લોન છે. ચીને CPEC અને લોનના નામે પાકિસ્તાનને અબજો ડોલર આપ્યા છે. આ લોન ખૂબ ઊંચા વ્યાજ દરે છે. સ્થિતિ એ છે કે પાકિસ્તાન પરની કુલ વિદેશી લોનમાં ચીનનો સૌથી મોટો હિસ્સો છે. હાલમાં જ ચીને 70 કરોડ ડોલરની લોન આપી છે જેથી પાકિસ્તાનને ડિફોલ્ટથી બચાવી શકાય. જો કે ત્યારબાદ પણ પાકિસ્તાનના ડિફોલ્ટનું જોખમ ઘણું વધારે છે.













