• 8 જાન્યુઆરીથી આવનારા યાત્રીઓને ક્વોરન્ટાઈન નહીં કરાય
  • ટેસ્ટ રિપોર્ટને પણ સબમિટ કરવાના રહેશે નહીં
  • ફ્લાઈટમાં બોર્ડિંગ પહેલા ટેસ્ટ રિપોર્ટ બતાવવાનો રહેશે

ચીનમાં કોરોનાથી સ્થિતિ ખરાબ છે. તમામ તરફ તબાહીની સ્થિતિ જોવા મળી રહી છે. હોસ્પિટલોમાં ભીડ છે તો અન્ય તરફ દવાઓની પણ અછત જોવા મળી રહી છે. ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ પણ સંક્રમિત છે. શ્મશાનમાં લાઈનો જોવા મળી રહી છે. આ સમયે ચીન કોરોનાના સાચા આંકડા છુપાવી રહ્યું છે અને એવું દેખાડી રહ્યું છે કે સ્થિતિ ઠીક છે. આ સાથે જ ચોંકાવનારી વાત તો એ છે કે ચીને કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે.

ચીને ક્વોરન્ટાઈન નિયમમાં કર્યા ફેરફાર

[[$googlead]]

ચીને નવેમ્બરમાં વિવાદના કારણે ઝીરો કોવિડ પોલીસી હટાવી. આ પછી ચીનમાં કોરોનાએ માથું ઉંચક્યું. એટલું નહીં અનેક શહેરોમાં કોરોનાના 10 લાખ કેસ દૈનિક જોવા મળી રહયા છે. બેઈજિંગમાં પણ સ્થિતિ ખરાબ છે. આ સાથે ચીને વિદેશથી આવનારા યાત્રીઓને માટે ક્વોરન્ટાઈન નિયમોમાં ફેરફાર કર્યો છે. 8 જાન્યુઆરીથી અહીં આવનારા યાત્રીઓને ક્વોરન્ટાઈન નહીં કરાય. હવે ચીનથી બહાર આવનારા યાત્રીઓને 5 દિવસ માટે હોટલમાં જ્યારે 3 દિવસને માટે સેલ્ફ આઈસોલેશનમાં રાખવામાં આવશે. ચીનમાં 2020થી વિદેશી યાત્રીઓને ક્વોરન્ટાઈન કરવાનો નિયમ છે. આમાં હવે ફેરફાર કરી દેવાશે. 8 જાન્યુઆરીથી કોઈ પણ યાત્રીને ક્વોરન્ટાઈન કરાશે નહીં. ચીનથી આવતા પહેલા યાત્રીઓનો કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે. પણ ટેસ્ટ રિપોર્ટને સબમિટ કરવાના રહેશે નહીં, ફક્ત ફ્લાઈટમાં બોર્ડ પહેલા ટેસ્ટ રિપોર્ટ બતાવવાનો રહેશે.

[[$alsoread]]

કોરોના હવે ચીનમાં ક્લાસ બી કેટેગરીમાં

ચીન પ્રશાસને કોરોના સામે લડવા માટે નવી રણનીતિ તૈયાર કરી છે. હવે ચીનને કોરોનાને ક્લાસ બી કેટેગરમીમાં રાખ્યા છે. આ શ્રેણીમાં ડેન્ગ્યૂ તાવ જેવી ઓછી ગંભીર બીમારીને રાખવામાં આવે છે. એટલું નહીં ચીનમાં કોરોનાને નિમોનિયા નહીં પણ સંક્રમણ કહેવાશે. આ સિવાય હાલની સ્થિતિને જોતાં આ ફેરફાર કરાયા છે. 2020માં કોરોના ક્લાસ એ કેટેગરીમાં હતું. ત્યારે કોરોના કેસ મળ્યા બાદ મોટા પ્રતિબંધ કરાયા. સંક્રમિત લોકોને ક્વોરન્ટાઈન કરાતા. સંબંધિત વ્યક્તિની તપાસ કરાતી. કેસ વધતા જ લોકડાઉન કરી દેવાતું. હવે બી કેટેગરમીં એવું નહીં થાય, હવે ધ્યાન ફક્ત જરૂરી સારવાર અને સંક્રમણ રોકવા પર ફોકસ રખાશે.

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને લઈને નિયમ

ચીનમાં અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઈટની સંખ્યા પર નિયંત્રણ રાખવા માટે ફાઈવ ઈન વન પોલિસી લાગૂ કરી હતી. આના આધારે દરેક વિદેશી એરલાઈન ફક્ત ચીનમાં એક એયર રૂટ અપનાવશે અને અઠવાડિયામાં એક ફલાઈટ ચલાવશે. તેમાં યાત્રીઓની સંખ્યા પર નિયંત્રણ રાખવામાં આવતું. હવે ચીને આ પોલિસીને ખતમ કરવાની જાહેરાત કરી હતી. હજુ પણ ફ્લાઈટમાં યાત્રીઓને માસ્ક સહિત અન્ય કોરોના નિયમોનું પાલન કરવાનું રહેશે.

વિદેશી યાત્રીઓની સુવિધાઓ સારી કરશે ચીન

એટલું નહીં તેઓ ચીનમાં વિદેશથી આવીને કામ શરૂ કરશે, વ્યાપાર, અભ્યાસ કરવા કે પરિવારની પાસે પરત આવનારા વિદેશી યાત્રીઓને માટે વ્યવસ્થાને વધારે સારી બનાવશે અને સાથે તેમને વિઝા ફરીથી અપાશે. આ સિવાય ચીન સડક અને જળના આવનજાવન પરના પ્રતિબંધોને પણ હટાવશે અને યાત્રીઓનું આવવા જવાનું ફરીથી શરૂ થશે.

જાહેર નહીં કરે કોરોનાના આંકડા

આ પહેલા રવિવારે નેશનલ હેલ્થ કમિશને કહ્યું હતું કે તે હવે કોરોનાના આંકડા જાહેર નહીં કરે. કમિશનની તરફથી કહેવાયું છે કે જ્યારે કોરોના સાથેના આંકડા ચાઈનીઝ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા જાહેર કરાશે. એ કહેવાયું ન હતું કે તે આંકડા કેટલા સમયમાં જાહેર કરાશે.

  • Follow us on: