- પાડોશી દેશ ચીનમાં મૂશળધાર વરસાદને લીધે ચારેબાજુ વિનાશ
- ચીનના દક્ષિણ ગુઆંગડોંગ પ્રાંતમાં હાઈવેનો એક હિસ્સો તૂટી પડયો
- ફાયરના જવાનો અને સ્થાનિકોએ 31 લોકોને બચાવી લીધા
પાડોશી દેશ ચીનમાં વરસાદે ભારે કહેર વરસાવ્યો છે. જેથી ઠેર-ઠેર જાનહાનિ અને મોટી ખુવારીના સમાચાર સામે આવી રહ્યા છે. ચીનના દક્ષિણી ગુઆંગડોંગ પ્રાંતના મેઇઝોઉ શહેરમાં એક રોડનો એક ભાગ ધરાશાયી થયો છે. આ અકસ્માતમાં 19 લોકોનાં મોત થયા છે. મળતી માહિતી અનુસાર, હાલમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. બચાવકર્મીઓએ 30 લોકોને હોસ્પિટલમાં ખસેડ્યા છે. રોડનો 17.9 મીટર (58.7 ફૂટ) લાંબો ભાગ ધરાશાયી થતાં અઢાર કાર ઢાળ પરથી નીચે પટકાઈ હતી.
મૂશળધાર વરસાદને લીધે આ અકસ્માત થયો













