• દેશની આરોગ્ય એજન્સી છેલ્લા 3 વર્ષથી દરરોજ કોરોના કેસનો દૈનિક રિપોર્ટ રજૂ કરતી હતી
  • ચીનના માનવાધિકાર કાર્યકર્તા જેનિફર ઝેંગનો દાવો
  • ચીનના સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે લોકોની કતાર

ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ વણસી રહી છે. ચીનના નેશનલ હેલ્થ કમિશને કહ્યું છે કે તે હવે નવા કોરોના કેસ વિશે માહિતી આપશે નહીં. જ્યારે દેશની આરોગ્ય એજન્સી છેલ્લા 3 વર્ષથી દરરોજ કોરોના કેસનો દૈનિક રિપોર્ટ રજૂ કરતી હતી. દરમિયાન કોરોનાથી થયેલા મોતને લઈને ચીનના માનવાધિકાર કાર્યકર્તાએ દાવો કર્યો છે કે ચીન કેવી રીતે દરરોજ કોરોનાથી માર્યા ગયેલા હજારો લોકોના મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી રહ્યું છે.

માનવાધિકાર કાર્યકર્તા જેનિફર ઝેંગ દાવો કરે છે

[[$googlead]]

ચીનમાં કોરોનાનો આતંક યથાવત છે. કોરોના વાયરસના સંક્રમણથી લોકોના મોત બાદ ચીનના સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે લોકોની કતાર લાગી છે. તો ચીન સરકાર પર મૃત્યુઆંક છુપાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ચાઈનીઝ બ્લોગર અને વ્હિસલબ્લોઅર જેનિફર ઝેંગની ટ્વિટર પોસ્ટ અનુસાર કોરોનાથી અસંખ્ય મૃત્યુથી પરેશાન ચીને હવે કોવિડના મૃતકોના અંતિમ સંસ્કાર કરવા માટે ઉપયોગમાં લેવાતી તકનીકનો ઉપયોગ કર્યો છે.

[[$alsoread]]

તમે પણ જોઈ શકો છો કે આ ટેકનિક કેવી રીતે કામ કરે છે

આઇસ બ્યુરિયલ ટેકનિકથી અંતિમ સંસ્કાર

જેનિફરના જણાવ્યા અનુસાર આ રીતે અંતિમ સંસ્કાર પરીક્ષણ માટે વુહાન શહેરમાં શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં મૃતદેહને તરત જ પ્રવાહી નાઇટ્રોજનમાં માઇનસ 196 ડિગ્રી પર જમાવી શકાય છે અને ત્યારબાદ મશીન તેને શક્ય તેટલા ઓછા સમયમાં પાવડરમાં રૂપાંતરિત કરી શકે છે. આ ખાસ પ્રક્રિયામાં મૃતદેહના અગ્નિસંસ્કાર કે દફનવિધિ કરતાં ઘણો ઓછો સમય લાગે છે.


  • Follow us on: