ચીનમાં ભારે ભૂસ્ખલન થયું. કહેવામાં આવી રહ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ ચીનના સિચુઆન પ્રાંતમાં શનિવારે એક હૃદયદ્રાવક ભૂસ્ખલન થયું હતું. જેના કારણે લગભગ 10 ઘરોને અસર થઈ છે. આ ઘટનામાં 30 લોકો ગુમ થયા છે, તેમની શોધ ચાલી રહી છે.
જુનલિયન કાઉન્ટીમાં ભૂસ્ખલન બાદ કટોકટી વ્યવસ્થાપન મંત્રાલયે સેંકડો બચાવ કાર્યકરોને તૈનાત કર્યા હતા, જેમાં અગ્નિશામકોનો પણ સમાવેશ થાય છે, જેના પગલે કાટમાળમાંથી બે લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા, રેસ્ક્યૂ ટીમો અન્ય લોકોને શોધવામાં વ્યસ્ત છે. લોકોને શક્ય તેટલી વહેલી તકે બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.













