- નાટો પ્લસ એ એક સુરક્ષા વ્યવસ્થા છે
- આ ગ્રુપમાં સામેલ થવાથી ભારતને પણ ફાયદો થશે
- નાટો પ્લસમાં નાટો દેશોની સાથે અન્ય દેશોનો સમાવેશ
ચીનના વધતા પ્રભાવને રોકવા માટે અમેરિકી સંસદની એક સમિતિએ ભારતને નાટો પ્લસ જૂથમાં સામેલ કરવાની ભલામણ કરી છે. તાજેતરમાં જ નાટો સહિત અન્ય પાંચ દેશોનો પણ નાટો પ્લસમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અમેરિકાએ તેના અને ભારતના સંબંધોને મજબૂત કરવા માટે વધુ એક પગલું ભરવાની યોજના બનાવી છે. ચીનના વધતા પ્રભાવને રોકવા માટે અમેરિકી સંસદની એક સમિતિએ ભારતને નાટો પ્લસ જૂથમાં સામેલ કરવાની ભલામણ કરી છે. સમિતિએ કહ્યું છે કે આનાથી નાટો પ્લસ મજબૂત થશે. નાટો પ્લસમાં હાલમાં નાટો દેશોની સાથે અન્ય ઘણા દેશોનો સમાવેશ થાય છે.
આ ગ્રુપમાં સામેલ થવાથી ભારતને પણ ફાયદો થશે
ચીનના વધતા પ્રભાવને જોતા અમેરિકી સંસદની એક સમિતિએ ભારતને નાટો પ્લસ જૂથમાં સામેલ કરવાની ભલામણ કરી છે. તાજેતરમાં નાટો દેશોની સાથે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન, ઈઝરાયેલ અને દક્ષિણ કોરિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં જોડાવાથી આ દેશો સાથે ગુપ્ત માહિતીનું આદાન-પ્રદાન અને આધુનિક સૈન્ય ટેક્નોલોજી સુધી ભારતની પહોંચ સરળ બનશે.
ચીનને પાઠ ભણાવવા માટે નાટો પ્લસને મજબૂત કરવાની યોજના
ભલામણમાં કહેવામાં આવ્યું છે કે તાઈવાન પર હુમલાની સ્થિતિમાં ચીન પર આર્થિક પ્રતિબંધો વધુ અસરકારક રહેશે જ્યારે G7, નાટો, નાટો પ્લસ ફાઈવ અને ક્વાડ જેવા મુખ્ય સહયોગી દેશો દ્વારા સંયુક્ત પ્રયાસો કરવામાં આવે. સમિતિએ કહ્યું કે અમેરિકાએ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં તાઈવાનની ભાગીદારી માટે પણ રાજદ્વારી પ્રયાસો કરવા જોઈએ. તાઈવાનની સ્થિતિ બદલવાના ચીન દ્વારા કોઈપણ પ્રયાસનો જાહેરમાં વિરોધ કરવા માટે યુ.એસ.ને તાઈપેઈ એક્ટમાં સુધારો કરવાની પણ જરૂર છે.
સંબંધો વધુ મજબૂત થશે
ઉલ્લેખનીય છે કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે અમેરિકા દ્વારા આ ભલામણ કરવામાં આવી છે. ઉપરાંત, આ ભલામણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી મહિને અમેરિકાની મુલાકાત પહેલા કરવામાં આવી છે.
નાટો પ્લસ શું છે?
ખરેખર, નાટો પ્લસ એ એક સુરક્ષા વ્યવસ્થા છે જે વૈશ્વિક સંરક્ષણ સહયોગ વધારવા માટે નાટો અને પાંચ સહયોગી દેશો ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન, ઇઝરાયેલ અને દક્ષિણ કોરિયાને એકસાથે લાવે છે. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) એક સંરક્ષણ જોડાણ છે. તેની રચના વર્ષ 1949માં થઈ હતી. આ સંગઠનમાં અમેરિકા, બ્રિટન, કેનેડા અને ફ્રાન્સ સહિત 31 દેશો સામેલ છે. તાજેતરમાં ફિનલેન્ડને તેનું નવું સભ્ય બનાવવામાં આવ્યું છે.