- કેનેડિયન આતંકવાદી જૂથનો ભારતને ધમકી ભર્યો કોલ
- જસ્ટિન ટ્રુડોની ભારત મુલાકાત બાદ આવ્યો કોલ
- ટ્રુડોના 'અપમાન' માટે PM મોદીની આગેવાનીવાળી સરકાર જવાબદાર ગણાવી
કેનેડિયન આતંકવાદી જૂથે મંગળવારે ઓટાવા ખાતેના ભારતીય દૂતાવાસને 'બંધ' કરવા અને હાઈ કમિશનર સંજય કુમાર વર્માને પાછા બોલાવવા માટે ભારતને વધુ એક ધમકી ભર્યો કોલ જોરી કર્યો હતો. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીને મળ્યાના બે દિવસ બાદ આ ફોન આવ્યો હતો.
આ ધમકીનો સંદેશ એવા સમયે આવ્યો છે જ્યારે ટ્રુડો તેમના 36 વર્ષ જૂના એરબસ પ્લેનમાં ખરાબી બાદ પણ ભારતમાં ફસાયા હતા. G20 લીડર્સ સમિટ માટે ભારત આવેલા કેનેડિયન PMની કાર્યક્રમમાં ઓછી હાજરી રહી હતી. કેનેડિયન મીડિયા અનુસાર, તે સત્તાવાર G20 ગાલા ડિનરમાં પણ હાજર નહોતા.
48 કલાકમાં બીજી ધમકી
ધમકી આપનાર આતંકવાદી જૂથે કહ્યું હતું કે ટ્રુડોના 'અપમાન' માટે PM મોદીની આગેવાનીવાળી સરકાર જવાબદાર છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા 48 કલાકમાં આ બીજી ધમકી છે. જૂથે જણાવ્યું હતું કે PM મોદીએ તેમના રાજદૂતને પાછા બોલાવવા જોઈએ નહીંતર તેમને પરિણામ ભોગવવા પડશે. તેણે કહ્યું હતું કે, હવે તે સાબિત કરે છે કે અમે જે પણ દાવો કરીએ છીએ તે એકદમ સાચો છે. તમામ આતંકવાદી કોલ કેનેડાથી આવે છે અને આ માટે નેતૃત્વ જવાબદાર છે.
પીએમ મોદીએ ટ્રુડોને ચરમપંથી પર ગંભીર ચિંતા વ્યક્ત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને ત્યાંના ઉગ્રવાદી તત્વોની ભારત વિરોધી પ્રવૃત્તિઓ વિશે ભારતની સખત ચિંતાઓ જણાવી જેઓ અલગતાવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે રાજદ્વારીઓ સામે હિંસા ભડકાવી રહ્યા છે અને ત્યાંના ભારતીય સમુદાયને હેરાન કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે G20 સમિટની બાજુમાં ટ્રુડો સાથેની વાતચીતમાં મોદીએ એ પણ ઉલ્લેખ કર્યો હતો કે ભારત-કેનેડા સંબંધોની પ્રગતિ માટે 'પરસ્પર સન્માન અને વિશ્વાસ' પર આધારિત સંબંધ જરૂરી છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત-કેનેડા સંબંધો સહિયારા લોકતાંત્રિક મૂલ્યો, કાયદાના શાસનનું સન્માન અને બંને દેશોના લોકો વચ્ચે મજબૂત સંબંધો પર આધારિત છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સંગઠિત અપરાધ, ડ્રગ ગેંગ અને માનવ તસ્કરી સાથે આવા દળોની સાંઠગાંઠ કેનેડા માટે પણ ચિંતાનો વિષય હોવો જોઈએ. આ પ્રકારના ખતરાનો સામનો કરવા માટે બંને દેશોએ સહયોગ કરવો જરૂરી છે.