- અમેરિકામાં ભારતીયની હત્યાનો સીલસીલો યથાવત્
- મિસૌરીના સેંટ લુઈસમાં ગોળી મારી નૃત્યકારની હત્યા
- આ હુમલા બાદ એશિયન મૂળના લોકોમાં ભયનો માહોલ છે
અમેરિકામાં વધુ એક ભારતીયની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ વખતે બદમાશોએ પ્રખ્યાત ભરતનાટ્યમ ડાન્સર અમરનાથ ઘોષની હત્યા કરી નાખી હતી. ઘોષ તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતા. તેની માતાનું ત્રણ વર્ષ પહેલા અવસાન થયું હતું. તેમના પિતાનું બાળપણમાં જ અવસાન થયું હતું. હેટ ક્રાઇમનો આ કિસ્સો સેન્ટ લુઇસ, મિસૌરીમાં બન્યો હતો. અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કરીને હત્યા કરી હતી. આ હુમલા બાદ એશિયન મૂળના લોકોમાં ભયનો માહોલ છે. ઘોષના મૃત્યુના દુઃખદ સમાચાર તેમના મિત્ર અને પ્રખ્યાત ટીવી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચારીએ આપ્યા હતા. 'સાથ નિભાના સાથિયા'માં ગોપી બહુના રોલ માટે પ્રખ્યાત દેવોલીનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરને આ મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે.













