• ક્રોએશિયાના વિદેશ મંત્રીએ જર્મનીના બેરબોકને કિસ કરવાનો પ્રયાસ કર્યો 

  • તેમની ટીકા બાદ શરમજનક કૃત્ય માટે માફી માંગવી પડી
  • જર્મનીના 42 વર્ષીય વિદેશ મંત્રી એશિયન નેતા રેડમેનના પગલાથી ચોંક્યા

બર્લિનમાં યુરોપિયન યુનિયન (EU) કોન્ફરન્સ દરમિયાન ગ્રુપ ફોટો સેશનમાં વિવાદ થયો હતો. ક્રોએશિયાના વિદેશ મંત્રી ગોર્ડન ગ્રલિક રેડમેને જર્મનીના વિદેશ મંત્રી એન્નાલેના બેરબોકને કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ તેમની ટીકા થઈ હતી અને પોતાના શરમજનક કૃત્ય માટે માફી માંગવી પડી હતી.

અહેવાલ મુજબ, જર્મનીના વિદેશ મંત્રીને કિસ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 65 વર્ષીય ક્રોએશિયન નેતા રેડમેન જર્મન મંત્રી અન્નાલેના બેરબોક સાથે હાથ મિલાવવા આગળ વધે છે અને ફોટો સેશન દરમિયાન તેના હોઠ પર ચુંબન કરવાનો પ્રયાસ કરે છે.

બેરબેક ગ્રુપ ફોટો દરમિયાન નર્વસ થયા

જર્મનીના 42 વર્ષીય વિદેશ મંત્રી બેરબોક ક્રોએશિયન નેતા રેડમેનના પગલાથી ચોંકી ગયા હતા. રેડમેનની ચુંબન કરવાની રીત જોઈને તે અચકાઈ હતી. આ પછી તેણે પોતાનો ચહેરો કેમેરા તરફ ફેરવ્યો હતો. જોકે, આ બધાની વચ્ચે તે બેરબેક ગ્રુપ ફોટો દરમિયાન પોઝ આપતી વખતે નર્વસ દેખાઈ હતી. ફોટો સેશન સમાપ્ત થયા બાદ જર્મન મહિલા નેતાએ બેરબોક રેડમેનથી અંતર રાખ્યું હતું ત્યારબાદ તે કોઈની સાથે વાત કરવા માટે વળ્યા. અહેવાલ મુજબ, ક્રોએશિયાના વિદેશ મંત્રી તેમની સામે જોતા જ રહ્યા અને ત્યાં હાજર અન્ય નેતાઓ ફોટો સેશન દરમિયાન તેમની હરકતો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ક્રોએશિયન નેતાએ માફી માંગી

આ ઘટનાએ વિવાદને વેગ આપ્યો હતો અગ્રણી ક્રોએશિયન મહિલા અધિકાર કાર્યકર્તા રાડા બોરિકે રેડમેનની ક્રિયાને અત્યંત અયોગ્ય ગણાવી. તેણે કહ્યું હતું કે વ્યાવસાયિક સંબંધોમાં આવા કૃત્યો માટે કોઈ સ્થાન નથી. બોરીકે સ્થાનિક આઉટલેટ જુટર્નજી લિસ્ટને જણાવ્યું હતું કે તે સ્પષ્ટ છે કે બંને વચ્ચે આવો કોઈ સંબંધ નથી. તેથી જ આવી નિકટતા આશ્ચર્યજનક છે.

ક્રોએશિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન જદ્રંકા કોસોરે રેડમેનનું નામ લીધા વિના આ ઘટના પર નિશાન સાધ્યું અને X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે મહિલાઓને હિંસક રીતે ચુંબન કરવું એ પણ હિંસા કહેવાય છે. જર્મન પ્રેસ અનુસાર, રેડમેને પોતાની ભૂલ માટે માફી માંગી છે. ક્રોએશિયન મીડિયાએ તેને ટાંકીને કહ્યું હતું કે કદાચ આ એક અજીબ ક્ષણ હતી. જો કોઈને આમાં કંઈ ખરાબ લાગ્યું હોય તો હું તેની માફી માંગુ છું. જો કે, બેરબોકે હજુ સુધી આ ઘટના અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

  • Follow us on: