- કોહિનૂર હીરાને લઈને બ્રિટનના રાજવી પરિવારમાં તણાવ વધ્યો
- કિંગ જ્યોર્જ ભારત સાથેના સંબંધો બગાડવા માંગતા નથી
- હીરા પરત કરવાની માંગ રાજ્યાભિષેકનો કાર્યક્રમ બદલી શકે છે
બ્રિટનમાં કોહિનૂર હીરાને લઈને નવો વિવાદ ઉભો થયો છે. ક્વિન એલિઝાબેથ IIના અવસાન બાદ આવતા વર્ષે નવા રાણી કેમિલાને તાજ પહેરાવવામાં આવશે. અહેવાલો અનુસાર,"રાજકીય સંવેદનશીલતા" ના કારણે બકિંગહામ પેલેસ કોહિનૂર હીરા પર કોઈ નવો વિવાદ ઇચ્છતો નથી. કારણ કે તેની માલિકી અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. તેથી શક્ય છે કે કેમિલાને તેના રાજ્યાભિષેક વખતે કોહિનૂરનો તાજ પહેરાવવામાં આવશે નહીં. અહેવાલો અનુસાર, કોહિનૂર હીરા જેનો ઉદ્દભવ ભારતમાં થયો છે, તે 150 વર્ષથી ક્રાઉન જ્વેલ્સનો એક ભાગ છે. એલિઝાબેથ દ્વિતીયના અવસાન બાદ ફરી એકવાર તેની વાપસીની માંગ ઉઠવા લાગી છે.
અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે, તે આવતા વર્ષે યોજાનાર ક્વિન કેમિલાના રાજ્યાભિષેક વખતે કોહિનૂર તાજ પહેરી શકે છે. પરંતુ ભારત સાથેના રાજદ્વારી સંબંધો અને સંભવિત વિરોધને કારણે આમાં ફેરફાર થઈ શકે છે. ટેલિગ્રાફ રોયલ ફેમિલીએ એક સ્ત્રોતને ટાંકીને દાવો કર્યો હતો કે, હાલમાં હીરાને લઈને કોઈ વિવાદ થયો ન હતો. પરંતુ રાજવી પરિવારને 'સમય સાથે આગળ વધવાની' સલાહ આપવામાં આવી છે.










