• ગાઝા સિટીમાંથી ભાગી રહેલા ઓછામાં ઓછા 70 લોકોના મોત થયા 
  • ઇઝરાયલી એરફોર્સ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં માર્યા ગયા
  • ઈઝરાયેલ તરફથી કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા આપવામાં આવી નથી

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને એક અઠવાડિયું થઈ ગયું છે. આ દરમિયાન લેબનોનથી હમાસ દ્વારા મોકલવામાં આવેલા બે ડ્રોનને ઇઝરાયેલની વાયુસેનાએ તોડી પાડ્યા છે. આ દરમિયાન ઈઝરાયેલની સેનાએ ગ્રાઉન્ડ ઓપરેશન માટે ગાઝા પટ્ટીમાં પ્રવેશ કર્યો છે. યુનાઈટેડ નેશન્સ ઓફિસ ફોર ધ કોઓર્ડિનેશન ઓફ હ્યુમેનિટેરિયન અફેર્સ (OCHA) એ દાવો કર્યો છે કે યુદ્ધગ્રસ્ત ગાઝાના ઉત્તરીય વિસ્તારમાં રહેતા હજારો લોકો કથિત રીતે દક્ષિણ વિસ્તારમાં સ્થળાંતરિત થયા છે.

હમાસનો દાવો છે કે 70 લોકો માર્યા ગયા 

આ દરમિયાન હમાસે એક પ્રેસ રિલીઝ જારી કરીને દાવો કર્યો છે કે ગાઝા સિટીમાંથી ભાગી રહેલા ઓછામાં ઓછા 70 લોકોના મોત થયા છે અને જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. ઇઝરાયલી એરફોર્સ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં માર્યા ગયા છે. જોકે, આ અંગે ઈઝરાયેલ તરફથી કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા આપવામાં આવી નથી. કોઈ પ્રતિભાવ આવ્યો નથી. પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે શુક્રવારે અધિકૃત પશ્ચિમ કાંઠે 16 પેલેસ્ટિનિયનોની હત્યા કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં 3200થી વધુ લોકોના મોત થયા 

તે જ સમયે, ઇઝરાયેલી વાયુસેના ગાઝા પટ્ટીમાં હમાસના સ્થાનો પર બોમ્બ ફેંકવાનું ચાલુ રાખે છે. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ગયા શનિવારે એટલે કે 7 ઓક્ટોબરે યુદ્ધ શરૂ થયું હતું જ્યારે હમાસના લડવૈયાઓ ઈઝરાયેલમાં ઘૂસી ગયા હતા અને ઘણા નિર્દોષ લોકોની હત્યા કરી હતી. યુદ્ધ ફાટી નીકળ્યાના એક અઠવાડિયા પછી, સંઘર્ષમાં મૃત્યુઆંક હવે 3,200ને વટાવી ગયો છે જેમાં ઇઝરાયેલની જાનહાનિ 1,300થી વધુ નોંધાઈ છે જ્યારે ગાઝા પટ્ટીમાં 1,900થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા હોવાનું નોંધાયું છે.

લેબનોન સરહદ પર ઇઝરાયેલની કાર્યવાહી ચાલુ 

ઇઝરાયેલી સંરક્ષણ દળોના જણાવ્યા અનુસાર, શુક્રવારે ડ્રોન્સને અટકાવ્યા બાદ ઇઝરાયેલના ડ્રોન, આર્ટિલરી અને ટેન્કોએ લેબનોનમાં લક્ષ્યાંકિત હુમલા કર્યા અને ઉત્તરી સરહદ પરની ઘણી સૈન્ય ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો. અહીં ઇઝરાયેલની સેના લેબનોન સ્થિત હિઝબુલ્લાહ આતંકવાદી જૂથને નિશાન બનાવી રહી છે જેણે ગયા સપ્તાહના અંતમાં ગાઝા પટ્ટી પર હમાસના હુમલા બાદ બીજી બાજુથી ઇઝરાયેલ સામે મોરચો ખોલ્યો હતો. હમાસના હુમલામાં અત્યાર સુધીમાં 1,300થી વધુ ઈઝરાયેલના મોત થયા છે.

ઈઝરાયેલના રોકેટ હુમલામાં ગાઝાની એક ઈમારત ધરાશાયી 

હકીકતમાં હિઝબુલ્લાહ લડવૈયાઓ લેબનોન સરહદેથી સરહદની દિવાલ તોડીને ઇઝરાયેલની સરહદમાં પ્રવેશ્યા હતા. બાદમાં ઇઝરાયલે અહીં ઘણી મિસાઇલો છોડી હતી પરંતુ તે પહેલા હિઝબુલ્લાએ સમગ્ર વિસ્તારને નાગરિકોથી ખાલી કરાવી લીધો હતો. ખાસ કરીને મહિલાઓ અને બાળકોને હિઝબુલ્લા દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ અહીં જે પુરુષો લડવા બેઠા છે તેઓ પણ હિઝબુલ્લાના લડવૈયા છે. અમે ઘણા લડવૈયાઓ સાથે વાત કરી હતી જેમણે કહ્યું હતું કે તેઓ આ વખતે અને છેલ્લી વખત આ હુમલાઓનો બદલો લેવા જઈ રહ્યા છે અને તેઓ ઇઝરાયેલ કેટલી હદ સુધી આવશે તે જોવાની રાહ જોઈ રહ્યા છે.

'ગાઝામાં લોજિસ્ટિક્સ કટોકટી વધુ ઘેરી બની શકે છે'

તમને જણાવી દઈએ કે ગાઝામાં વીજળી અને પાણી પુરવઠો ઠપ થઈ ગયો છે. ઈઝરાયેલે ગાઝા સરહદ પર ચારે બાજુથી નાકાબંધી કરી દીધી છે. ઇઝરાયેલ કહે છે કે જ્યાં સુધી તેના બંધક નાગરિકોને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી તે ગાઝાની વીજળી અને પાણીનો પુરવઠો બંધ કરશે. તે જ સમયે, ગાઝા પટ્ટી નજીક રહેતા લોકોના જીવ જોખમમાં છે. અહીં યુએન રિલીફ એન્ડ વર્ક એજન્સી સ્થાનિક લોકોને એક કેમ્પમાં રાખી રહી છે અને તેમને ભોજન આપી રહી છે. જો કે આ એજન્સી પાસે ખોરાક અને પાણી ખૂબ જ ઓછું બચ્યું છે. આવી સ્થિતિમાં ગાઝા પટ્ટીમાં માંડ 12 દિવસનો પુરવઠો હોવાનું કહેવાય છે.

ઈઝરાયેલ અત્યાર સુધીમાં ગાઝા પટ્ટી પર 6000થી વધુ બોમ્બ ફેંકી ચુક્યું છે. ઈઝરાયેલનો દાવો છે કે તેણે હમાસના 3600થી વધુ લક્ષ્યોને નષ્ટ કર્યા છે. અહેવાલના અનુસાર 23 લાખની વસ્તી ધરાવતા ગાઝામાં હવાઈ હુમલાને કારણે લોકોને ઘર છોડવાની ફરજ પડી છે. અત્યાર સુધીમાં 423,000 લોકો વિસ્થાપિત થયા છે. આમાંના મોટાભાગના લોકો યુએન દ્વારા સંચાલિત શાળાઓમાં સહારો લઈ રહ્યા છે.

  • Follow us on: