• રેમલ ચક્રવાતને લીધે આશરે દોઢ કરોડ લોકો વીજળી વગર રહેવા મજબૂર
  • ચક્રવાતને લીધે 120 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો
  • ભારે વરસાદ અને પાણીના પ્રવાહમાં બે વ્યકિત તણાઈ ગયા

બાંગ્લાદેશના તટીય વિસ્તારમાં ચક્રવાત રેમલ પહોંચી ગયું છે. જેથી ઓછામાં ઓછા સાત લોકોનાં મોત થઈ ગયા છે. આ ઉપરાંત લાખો લોકો વીજળી વગર રહેવાની નોબત આવી પડી છે. રેમલ તટ પર ટકરાતા 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. જેના લીધે ઘણા ગામડાઓ જળમગ્ન થયા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રેમલ સોમવારની સવારે થોડું નંબળું પડયું હતું અને પવનની ઝડપ 80થી 90 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ છે. ચક્રવાતી વાવાઝોડું રવિવારની મધ્ય રાત્રીએ બાંગ્લાદેશના તટે ટકરાયું હતું.

ચોમાસાની સિઝન પહેલાં હિંદ મહાસાગરમાં પ્રથમ ચક્રવાતનું સર્જન

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સોમવારપે સવારે સાગર દ્વીપથી પૂર્વ ચક્રવાત રેમને લીધે મૂશળધાર વરસાદ થયો. જો કે, ચક્રવાત આગળ આવતા રેમલ નબળું પડવા લાગ્યું. રેમલ ચક્રવાત આ વર્ષના ચોમાસાની સિઝન પહેલા બંગાળની ખાડીમાં બનેલું પહેલું ચક્રવાત તોફાન છે. ચોમાસાની સિઝન જૂનથી સપ્ટેમ્બર સુધી રહેતી હોય છે. હિંદ મહાસાગર વિસ્તારમાં ચક્રવાતનું નામકરણ કરવાની પ્રણાલી વિશ્વ હવામાન સંગઠન અનુસાન ઓમાનના ચક્રવાતનું નામ રેમલ જેને અરબીમાં રેત કહે છે. ચક્રવાત તોફાનની સાથે ઝડપી પવન ફુંકાયો અને ભારે વરસાદ ખાબક્યો. જેની અસર બાંગ્લાદેશના ચટ્ટોગ્રામ, બારિસલ, પટુઆખલી, સરખીરા જેવા વિસ્તારમાં દેખાયો હતો.

ધોધમાર વરસાદમાં માણસ તણાયો

બાંગ્લાદેશમાં આવેલા પટુઆખલી વિસ્તારમાં બહેન અને કાકીને આશ્રય આપવા ઘરે પરત ફરી રહેલા એક વ્યક્તિ તોફાનના કારણે પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો. સતખીરામાં તોફાન દરમિયાન દોડતી વખતે પડી જતાં અન્ય એક વ્યક્તિનું મોત થયું હતું. મળતી માહિતી અનુસાર, બરીસલ, ભોલા અને ચટ્ટોગ્રામમાં પાંચ લોકોનાં મોત થયા છે. મોંગલામાં એક ટ્રોલર ડૂબી ગયું, જેના કારણે એક બાળક સહિત બે લોકો લાપતા થયા. બીડી ન્યૂઝના સમાચાર મુજબ, ગ્રામીણ વિદ્યુત પ્રાધિકરણે 'રેમાલ' દ્વારા થતા નુકસાનને ઘટાડવા માટે દરિયાકાંઠાના વિસ્તારોમાં 1.5 કરોડ લોકોના ઘરોની વીજળી જોડાણ દૂર કરાયા છે. તો વળી કેટલાક વિસ્તારોમાં વીજ કાપ 12 કલાકથી વધુ સમય સુધી ચાલુ રહ્યો હતો, જોકે વીજ કર્મચારીઓ વાવાઝોડું શમી ગયા પછી વીજ પુરવઠો ફરી ચાલુ કરવાની તૈયારી કરશે.


  • Follow us on: