• અમેરિકાના ફલોરિડા રાજ્યમાં ડેબી નામના તોફાનથી પૂરની આગાહી કરવામાં આવી
  • ડેબી તોફાનથી જ્યોર્જિયા અને દક્ષિણ કેરોલિનામાં છ લોકો મોતને ભેટયાં
  •  ફલોરિડામાં તોફાન ડેબીથી લોકોનું જીવન અસ્તવ્યસ્ત

 

અમેરિકાના રાજ્ય ફલોરિડામાં તોફાન ડેબીથી લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ ઉપરાંત અન્ય શહેરો પણ તોફાન ડેબીના સકંજામાં આવ્યા છે. જેથી નેશનલ હરિકેન સેન્ટરે ચેતવણી આપી છે કે, ફલોરિડાના ઘણા વિસ્તારમાં વિનાશકારી પૂર આવવાની શકયતા છે. ડેબી તોફાનને લીધે ફલોરિડા અને જ્યોર્જિયામાં છ લોકોનાં મોત થયા છે. આગામી સમયમાં ભારે વરસાદ બાદ સ્થિતિ ડામાડોળ થવાની ચેતવણી હવામાન વિભાગે ઉચ્ચારી છે.

ફ્લોરિડી તેમજ જ્યોર્જિયમાં છ લોકો મોતને ભેટયા

ડેબી તોફાનને લીધે ફલોરિડા અને જ્યોર્જિયામાં છ લોકોનાં મોત થયા છે. તોફાનને લીધે દક્ષિણ-પૂર્વ અને મધ્ય એટલાન્ટિક તટો પર ઘણા દિવસે સુધી રહેવાની શક્યતા સેવાઈ રહી છે. નેશનલ હરિકેન સેન્ટરના જણાવ્યા પ્રમાણે ડેબી તોફાનથી 10થી 20 ઈંચની ઐતિહાસિક વરસાદની આશા સેવાઈ રહી છે. જેમાં વધુમાં વધુ 25 ઈંચ હશે. શુક્રવારે નવ ઓગસ્ટ સુધી દક્ષિણ કેરોલિનાના પૂર્વ હિસ્સા અને દક્ષિણ-પૂર્વ ઉત્તરી કેરોલિનાના કેટલાક હિસ્સાઓમાં ભયાનક પૂરની શક્યતા છે.

ત્રણ રાજ્યોમાં કટોકટી જાહેર

ત્રણ રાજ્યના રાજ્યપાલોએ ડેબી તોફાનને લઈ કટોકટી જાહેર કરી હતી. મિયામીમાં આવેલા હવામાન કચેરીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદને લીધે મધ્ય એટલાન્ટિકના કેટલાક વિસ્તારમાં રવિવાર સુધી પૂરની સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા છે. નેશનલ વેધર સર્વિસના જણાવ્યા પ્રમાણે જ્યોર્જિયાના સવાના અને વેલ્ડોસ્ટામાં આઠ ઈંચથી વધુ વરસાદ પડી ચુક્યો છે. હવામાન સેવાએ વધુમાં જણાવ્યું કે, ચાર્લ્સ્ટન અને હિલ્ટન હેડ, સાઉથ કેરોલિનામાં અત્યાર સુધી 10થી 12 ઈંચ વરસાદ નોંધાયો છે અને હજી ભારે વરસાદની આગાહી છે.

ઘર ખાલી કરવાની ચેતવણી

લેટન કાઉન્ટીમાં મેક્ગ્રાડી ડેમમાં તિરાડની આશંકાએ કાઉન્ટી શેરિફ કચેરી તરફથી નિવાસીઓને તરત પોતાના ઘર ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી છએ, મળતી માહિતી મુજબ ડેબીએ સવારે ફ્લોરિડાના ખાડી તટના બિગ બેંડ વિસ્તારમાં તૂટી પડયું હતું, જેનાથી મધ્ય ફલોરિડાના કેટલાક વિસ્કારમાં આઠથી 14 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ તોફાનને લીધે ફલોરિડામાં પાંચ લોકોનાં મોત થયા હતા જ્યારે જ્યોર્જિયા અને વાલ્ડોસ્ટાના નજીક એક વ્યકિત મોતને ભેટી હતી.