• દરેક વ્યક્તિને વિષયમાં 'Twitter પર તમારી ભૂમિકા' શું છે એ જણાવતો ઈમેલ મળી જશે  
  •  સિસ્ટમ અને ગ્રાહકોના ડેટાની 'સેફ્ટી'ના નામે તમામ ઓફિસો બંધ કરી દેવાની માહિતી
  • 'હેલ્ધી પાથ'ના નામે છટણી’ નામનું તીર છોડવામાં આવ્યું 

ટ્વિટરના કર્મચારીઓ અનિશ્ચિતતા અને ડરમાં જીવી રહ્યા છે. તેઓ જાણતા નથી કે શુક્રવાર સાંજ બાદ તેઓ ટ્વિટરના કર્મચારી રહેશે કે નહીં. કંપનીના નવા માલિક એલોન મસ્કે સાત દિવસ પછી મૌન તોડ્યું. તમામ કર્મચારીઓને એક ઈમેલ મોકલવામાં આવ્યો છે કે શુક્રવારે છટણી કરવામાં આવશે. દરેકને તેમના ઈમેલ ચેક કરતા રહેવા માટે કહેવામાં આવ્યું છે. તમામ ટ્વિટર ઓફિસો બંધ કરી દેવામાં આવી છે, કર્મચારીઓની બેજ એક્સેસ સસ્પેન્ડ કરવામાં આવી છે. ટ્વિટર દ્વારા મોકલવામાં આવેલા મેમોમાં કુલ 6 ફકરા છે. જે અનુસાર મસ્કને ટ્વિટર કર્મચારીઓ પર બિલકુલ વિશ્વાસ નથી. આ આખો મેમો પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા લોકોએ ખાસ વાંચવા જેવો છે. આ મેમો આપણને અરીસો દેખાડે છે. 

ટ્વિટર મેમો, ટીમને કહેવા સાથે શરૂ થાય છે કે શુક્રવારે વૈશ્વિક કાર્યબળમાં કાપ મૂકવામાં આવશે. ત્યારબાદ કર્મચારીઓને કહેવામાં આવે છે કે તેમને 4 નવેમ્બરે ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે.

દરેક વ્યક્તિને વિષયમાં 'Twitter પર તમારી ભૂમિકા' શું છે એ જણાવતો ઈમેલ મળશે. જો કોઈને ઈમેલ ન મળે તો એચઆરનો સંપર્ક કરવા જણાવાયું છે. બીજા પાનાં પર કર્મચારીઓ માટેના ઓર્ડર છે. સિસ્ટમ અને ગ્રાહકોના ડેટાની 'સેફ્ટી'ના નામે તમામ ઓફિસો બંધ કરી દેવાની માહિતી છે.

ટ્વિટરના કર્મચારીઓને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ તેમની નોકરી ગુમાવે કે ન જાય તે ધ્યાનમાં લીધા વગર સોશિયલ મીડિયા, પ્રેસ અથવા અન્યત્ર ગોપનીય માહિતી શેર કરવાનું ટાળે. અંતમાં કર્મચારીઓને તેમની સેવા બદલ આભાર માનીને મેમો સમાપ્ત થાય છે.

અને હવે જોઈએ કે આ મેમો બાદ આ 5 એવી વાત જે ખાનગી નોકરી શોધનારાઓ ભૂલતા નથી

નોકરીની કોઈ ખાતરી નથી

ટ્વિટરનો માલિક બદલાઈ ગયો છે, જો તાત્કાલિક સુપરવાઈઝર પણ અહીં બદલાઈ જાય, તો પણ નોકરી પર ખતરો તોળાતો થઈ જાય છે. કંપનીઓ છટણી માટે ભારે શબ્દોનો ઉપયોગ કરશે પણ સ્પષ્ટ રીતે સમજાવશે નહીં... દરેક વ્યક્તિ જાણે છે કે એલોન મસ્ક ટ્વિટરને સંપૂર્ણપણે બદલવા માંગે છે. 'હેલ્ધી પાથ'ના નામે છટણી’ નામનું તીર છોડી દેવામાં આવ્યું છે. કંપની કહે છે કે છટણી વિના તે સફળ થઈ શકશે નહીં! મતલબ કે ખાનગી કર્મચારીઓ કોઈપણ સમયે બિસ્તરા પોટલા લઈને તૈયાર હોવા જોઈએ.

મેમોનો બીજો ફકરો કોર્પોરેટની ક્રૂર વાસ્તવિકતા બહાર લાવે છે

કર્મચારીઓને ઈમેલ દ્વારા જ જાણ કરવામાં આવશે. ત્યાં કોઈ હ્યુમન ઇન્ટરેક્શન નહીં હોય. આ બતાવે છે કે માનવતા પાછળ છે પણ નિર્દય કોર્પોરેટ વર્લ્ડ આગળ છે. બસ ઈમેલની રાહ જુઓ અને ત્યાં સુધી બ્લડ પ્રેશર માપતા રહો. જ્યારે તમને ખબર પડે કે નોકરી બચી ગઈ છે, ત્યારે રાહતનો શ્વાસ લો, પછી વિચારો કે તમે આવી કંપનીમાં કેવી રીતે કામ ચાલુ રાખી શકશો જય ગમે ત્યારે નોકરી છૂટી જાય તો ગમે ત્યારે ઓફિસ બંધ.

ત્રીજો ફકરો તમને કાઢી મૂકવામાં આવ્યા છે કે કેમ તે કેવી રીતે શોધવું તેની સૂચનાઓથી ભરેલો છે

ટ્વિટરે કર્મચારીઓને પણ કહ્યું છે કે જો તમને ઈમેલ ન મળે તો HR નો સંપર્ક કરો અને કહો કે તમે મારુ ભવિષ્ય તો જણાવ્યું જ નથી તો મારે રહેવાનું કે નહીં? એ પછી કંપની નક્કી કરશે કે તમારી નોકરી ટકી રહેશે કે જશે..

ચોથા ફકરામાં કહેવામાં આવ્યું છે કે કંપનીને તેના કર્મચારીઓમાં બિલકુલ વિશ્વાસ નથી

તમામ ઓફિસો બંધ છે, બેજ એક્સેસ સસ્પેન્ડ કરવામાં આવી છે જેથી છટણીની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી કોઈ કામ કરી શકશે નહીં. તમે ઑફિસમાં હોવ કે ઑફિસના રસ્તામાં હોવ તો ઘરે પાછા ફરો. આવી કોર્પોરેટ સ્ટાઈલ અત્યાર સુધી માત્ર ફિલ્મોમાં જ જોવા મળતી હતી, આપણે એલોન મસ્કને આભારી છે કે વાસ્તવિકતામાં એ જોઈએ છે. આભાર, એલોન મસ્ક!

અને હા, પાંચમા ફકરામાં ટ્વિટર ઇચ્છે છે કે તેના કર્મચારીઓ નોકરીમાંથી કાઢી મૂક્યા પછી મોં બંધ રાખે. સામાન્ય રીતે, ખાનગી કંપનીઓને કરારમાં કંપનીની આંતરિક બાબતોની ચર્ચા કરવા પર પ્રતિબંધ છે. ટ્વિટરે મેમોમાં કહ્યું છે કે જો નોકરી છૂટી જાય તો પણ સોશિયલ મીડિયા, પ્રેસ અથવા અન્ય કોઈ જગ્યાએ કંપનીની ગોપનીય માહિતી વિશે ચર્ચા ન કરો. અંતે, કંપનીનું કહેવું છે કે તે કર્મચારીઓની ધીરજ માટે આભારી છે.


  • Follow us on: