- કિંગ ચાર્લ્સ III ની તસવીર વાયરલ થતા ચર્ચા
- હાથની આંગળીમાં આવી ગયા છે સોજા
- સોશિયલ મીડિયા પર લગાવવામાં આવી રહી છે અટકળો
કિંગ ચાર્લ્સ III યુનાઇટેડ કિંગડમ (યુકે) ના નવા રાજા બનવાના છે. રાણી એલિઝાબેથ II ના મૃત્યુ પછી કિંગ ચાર્લ્સ III ની તાજપોશી કરવામાં આવશે. પરંતુ આ દરમિયાન તેમની સાથે જોડાયેલા એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ખરેખરમાં, કિંગ ચાર્લ્સ ત્રીજાની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં તેમના હાથની આંગળીઓ સૂજી ગયેલી જોવા મળે છે. આ અંગે વિવિધ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. કેટલાક લોકોએ તો રાજા ચાર્લ્સ III ના બીમાર થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. ચાલો જાણીએ કે રાજા ચાર્લ્સ III ની સૂજી ગયેલી આંગળીઓ પર ડોક્ટરો ક્યાં ઈશારો કરી રહ્યા છે.
ડેઈલી સ્ટારમાં છપાયેલા અહેવાલ મુજબ, રાણી એલિઝાબેથ દ્વિતીયનું 8 સપ્ટેમ્બરના રોજ 96 વર્ષની વયે અવસાન થયું હતું. હવે તેમના પુત્ર કિંગ ચાર્લ્સ III ટૂંક સમયમાં યુનાઇટેડ કિંગડમનો રાજા બનશે, પરંતુ આ દરમિયાન તેમના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે. કિંગ ચાર્લ્સ ત્રીજાની એક તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે, જેમાં તેમના હાથની આંગળીઓ સૂજી ગયેલી જોવા મળી રહી છે.
તમને જણાવી દઈએ કે રાજા ચાર્લ્સ ત્રીજાની ઉંમર હાલમાં 73 વર્ષની છે. તેમની માતા રાણી એલિઝાબેથના અવસાન બાદ રાજા ચાર્લ્સ III હવે 73 વર્ષની ઉંમરે ગાદી સંભાળવા જઈ રહ્યા છે. ડૉક્ટરો સંકેત આપી રહ્યા છે કે રાજા ચાર્લ્સ ત્રીજાને Oedema અથવા આર્થરાઈટિસની સમસ્યા હોઈ શકે છે, જેના કારણે તેમના હાથની આંગળીઓ પર અસર થઈ છે અને તે સૂજી ગઇ છે.
ડૉ. ગેરેથે આશંકા વ્યક્ત કરી છે કે રાજા ચાર્લ્સ III એ Oedemaની તકલીફ હોય શકે છે. આમાં શરીર અંગોમાં પ્રવાહી જાળવી રાખવાનું શરૂ કરે છે. સામાન્ય રીતે, તેનાથી પગ અને પગની ઘૂંટીઓમાં સોજો આવી શકે છે. આ સિવાય આંગળીઓ પર પણ સોજાની અસર જોવા મળે છે. Oedemaએ એક સામાન્ય સ્થિતિ છે અને મોટે ભાગે 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને અસર કરે છે.
કિંગ ચાર્લ્સ ત્રીજાના સ્વાસ્થ્ય અંગે ડૉ. ગેરેથે વધુમાં કહ્યું કે આર્થરાઈટિસના દર્દીઓને આંગળીઓમાં સોજાની સમસ્યા પણ થઈ શકે છે. આ સમસ્યા 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ વધુ હોય છે. તેની અસર હાથના અંગૂઠાના સાંધા અને આંગળીઓના અન્ય સાંધા પર પડે છે. આંગળીઓ સામાન્ય રીતે ફૂલી જાય છે. જો કે દવા પીડાને દૂર કરવામાં મદદ કરે છે પરંતુ સોજા આવતા રહે છે.
ઉલ્લેખનીય છે કે, ચાર્લ્સ બ્રિટનની ગાદી પર બેસનાર સૌથી વૃદ્ધ રાજા હશે. ચાર્લ્સ એ પ્રથમ શાહી વારસદાર છે જેમણે ઘરે શિક્ષણ મેળવ્યું નથી. તેઓ યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવનાર અને રાજવી પરિવાર અને સામાન્ય જનતા વચ્ચે ઘટતા અંતરના યુગમાં મીડિયાની તીક્ષ્ણ નજર હેઠળ જીવન જીવનારા પ્રથમ વારસદાર પણ છે.