યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એરફોર્સ વનમાં ઉડતી વખતે $5 મિલિયનનું 'ગોલ્ડ કાર્ડ' બતાવે છે. ગયા મહિને તેણે આ કાર્ડની જાહેરાત કરી હતી. આ કાર્ડ શ્રીમંત એટલે કે કરોડપતિ ઇમિગ્રન્ટ્સ માટે છે. મતલબ કે જે લોકો અમેરિકન નાગરિકતા મેળવવા માગે છે તેમણે આ કાર્ડ ખરીદવું પડશે. આ કાર્ડની કીંમત 43 કરોડ છે.
ટ્રમ્પનું 'ગોલ્ડ કાર્ડ' ગ્રીન કાર્ડનું પ્રીમિયમ વર્ઝન છે. તે ઇમિગ્રન્ટ્સને 5 મિલિયન ડોલરમાં વેચવામાં આવશે. હકીકતમાં, ગયા મહિને એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરતી વખતે ટ્રમ્પે કહ્યું હતું કે અમે ગોલ્ડ કાર્ડ વેચવા જઈ રહ્યા છીએ. અમે તે કાર્ડની કિંમત લગભગ $5 મિલિયન રાખવા જઈ રહ્યા છીએ. જેનાથી તમને ગ્રીન કાર્ડના તમામ હક મળશે. તેમણે કહ્યું હતું કે આ કાર્ડ નાગરિકતા મેળવવાનો સરળ માર્ગ હશે અને આ કાર્ડ ખરીદીને સમૃદ્ધ લોકો આપણા દેશમાં રહી શકશે. તેઓ સમૃદ્ધ અને સફળ થશે. ટ્રમ્પે કહ્યું કે તેઓ અહીં ઘણો ટેક્સ ચૂકવશે અને ઘણા લોકોને રોજગાર આપશે.













