અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતની અસર હવે અમેરિકી સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વ પર સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. ફેડે નવેમ્બર મહિનાની સાઈકલમાં આશા કરતાં ઓછા વ્યાજ દરમાં કાપ કર્યો છે. અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે, અમેરિકી સેન્ટ્રલ બેંક વ્યાજ દરમાં 0.50 ટકાનો કાપ કરશે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ વ્યાજ દરમાં 0.25 ટકાનો કાપ જોવા મળ્યો છે. જો કે અનુમાન તો એવું પણ હતું કે, ફેડ રિઝર્વ વ્યાજ દર યથાવત્ જ રાખશે.



મોંઘવારીમાં ઘટાડો

ફેડએ કહ્યું કે, મોંઘવારીનો દર યુએસ સેન્ટ્રલ બેંકના 2 ટકાના લક્ષ્યાંકની સતત નજીક આવી રહ્યો છે. ફેડરલ રિઝર્વે જણાવ્યું હતું કે જોબ માર્કેટમાં સુધારો થયો છે, પરંતુ વૃદ્ધિ ધીમી છે. કેન્દ્રીય બેંકની વ્યાજ દર નિર્ધારણ પેનલ ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ જણાવ્યું હતું કે આર્થિક પ્રવૃત્તિ મજબૂત ગતિએ વિસ્તરી રહી છે. મીટિંગમાં, મુખ્ય વ્યાજ દરને 4.50 ટકાથી 4.75 ટકાની રેન્જમાં ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. યુએસ ફેડના ચેરમેને પણ કહ્યું હતું કે ચૂંટણીની નીતિગત નિર્ણયો પર કોઈ અસર પડતી નથી.

શેરબજારને અસર થશે?

શેરબજારના રોકાણકારો ફેડના નિર્ણય પર નજર રાખી રહ્યા હતા. રોકાણકારોની અપેક્ષા મુજબ, ફેડએ વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. નિષ્ણાતોના મતે ફેડના આ નિર્ણયની શેરબજાર પર ખાસ અસર નહીં થાય. કારણ કે બજાર પહેલાથી જ અપેક્ષા રાખતું હતું કે ફેડ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે. ગુરુવારે ભારતીય શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ 1.04 ટકા અથવા 836 પોઇન્ટ ઘટીને 79,541 પર બંધ થયો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી 1.16 ટકા અથવા 284 પોઇન્ટના ઘટાડા સાથે 24,199 પર બંધ થયો હતો.


  • Follow us on: