વ્હાઇટ હાઉસે મંગળવારે જણાવ્યું હતું કે 2 એપ્રિલના રોજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરવામાં આવનાર ટેરિફ તરત જ અમલમાં આવશે, જ્યારે ઓટો ટેરિફ 3 એપ્રિલના રોજ નિર્ધારિત મુજબ લાગુ કરવામાં આવશે.


વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે પત્રકારોને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ મંગળવારે તેમના વેપાર સલાહકારો સાથે ટેરિફ પ્લાનને અંતિમ સ્વરૂપ આપવા માટે ખર્ચ કરી રહ્યા છે.  લેવિટે કહ્યું. "મારી જાણ મુજબ, ટેરિફ આવતીકાલે જાહેર કરવામાં આવશે,"

પ્રેસ સેક્રેટરી કેરોલીન લેવિટે જણાવ્યું 

પ્રેસ સેક્રેટરી કેરોલીન લેવિટે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ, તેમની વેપાર અને ટેરિફ ટીમ સાથે, અમેરિકન કામદારો માટે વધુ સારી ડીલ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ અંગે વધુ માહિતી 24 કલાકમાં ઉપલબ્ધ થશે. લેવિટે એ પણ સંકેત આપ્યો કે ટ્રમ્પ એવા દેશો અને કંપનીઓ સાથે વાટાઘાટો કરવા તૈયાર છે જેઓ નીચા દર ઇચ્છે છે અને ઘણા દેશોએ રાષ્ટ્રપતિનો સંપર્ક કરી લીધો છે.

લેવિટે કહ્યું, 'રાષ્ટ્રપતિ હંમેશા નિર્ણયો લેવા અને વાટાઘાટો કરવા માટે તૈયાર હોય છે, પરંતુ તેઓ એ બાબતોમાં ખૂબ જ ચિંતિત છે કે અમેરિકન કામદારોને યોગ્ય અને ન્યાયી સોદો મળે અને તેઓ ભૂતકાળની ભૂલોને સુધારવા માટે કામ કરી રહ્યા છે.'

લિબરેશન ડે પર પારસ્પરિક ટેરિફની જાહેરાત કરવામાં આવશે

પ્રમુખ ટ્રમ્પે લિબરેશન ડેના અવસર પર પારસ્પરિક ટેરિફ જાહેર કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બુધવારે સાંજે 4 વાગ્યે (સ્થાનિક સમય) વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં થશે. ટ્રમ્પે 20 જાન્યુઆરીથી અનેક આયાત ટેરિફ લાદ્યા છે. તેમાં કેનેડા અને મેક્સિકોમાંથી આયાત પરના ટેરિફ, ધાતુઓ પરના ટેરિફ અને તાજેતરમાં ઓટોમોબાઈલ પરના ટેરિફનો સમાવેશ થાય છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે કાર પર કાયમી ટેરિફ આ ગુરુવારથી અમલમાં આવશે.

  • Follow us on: