- અમેરિકામાં પાંચમી નવેમ્બરે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે
- એસ્ટ્રોલોજર એમી ટ્રિપે અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પની આગાહી કરી
- મહિલા એસ્ટ્રોલોજરની ભવિષ્યવાણીને લીધે અમેરિકાની ચિંતા વધી
અમેરિકમાં આગામી પાંચમી નવેમ્બરે રાષ્ટ્રપ્રતિ પદની ચૂંટણી યોજાવાની છે. અત્યારે આખા અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈ માહોલ ભારે ગરમાયો છે. દેશના તમામ સરવેમાં કમલા હેરિસ તરફીની જીત દર્શાવાઈ રહી છે ત્યારે અમેરિકાની જાણીતી મહિલા જ્યોતિષ એમી ટ્રિપે ભવિષ્યવાણી કરી છે કે અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ બનશે તેવી આગાહી કરી છે.
40 વર્ષીય મહિલા જ્યોતિષ એમી ટ્રિપે ભવિષ્યવાણી કરી હતી કે, કઈ તારીખે રાષ્ટ્રપતિ બાઈડેન રાષ્ટ્રપતિ પદની રેસમાંથી પોતાનું નામ પરત લેશે. તેઓએ કહ્યું કે, હવે કમલા હેરિસ રેસમાં હોવાથી ટ્રમ્પ માટે વોકઓવર તો નહીં થાય, પરંતુ છતાં રાષ્ટ્રપતિ તેઓ જ બનશે. જ્યાં સુધી બાઈડેનનો સવાલ છે તેઓએ કહ્યું કે પદ છોડવાની વધતી માંગ વચ્ચે તેઓ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે.
40 વર્ષીય મહિલા જ્યોતિષ એમી ટ્રિપે ભવિષ્યવાણી કરી હતી કે, કઈ તારીખે રાષ્ટ્રપતિ બાઈડેન રાષ્ટ્રપતિ પદની રેસમાંથી પોતાનું નામ પરત લેશે. તેઓએ કહ્યું કે, હવે કમલા હેરિસ રેસમાં હોવાથી ટ્રમ્પ માટે વોકઓવર તો નહીં થાય, પરંતુ છતાં રાષ્ટ્રપતિ તેઓ જ બનશે. જ્યાં સુધી બાઈડેનનો સવાલ છે તેઓએ કહ્યું કે પદ છોડવાની વધતી માંગ વચ્ચે તેઓ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે.
એમી ટ્રિપે કહ્યું, 'મને ખબર હતી કે જો બાઈડેન ઓફિસમાંથી બહાર નીકળશે ત્યારે પૂનમ હશે. મેં કમલા હેરિસના ચાર્ટને હવે વધુ ઊંડાણમાં જોયો છે કે તેણી નામાંકિત છે અને તેના ચાર્ટમાં ખરેખર અદભુત ફેરફાર છે. જે બાઈડેનની સરખામણીમાં ઘણો સારો છે. મેં એ પણ ટ્વિટ કર્યું કે જો હું ડેમોક્રેટિક પાર્ટીમાં હોત તો હું તેમને સૌથી આગળ રાખત કારણ કે તેમની ટ્રાન્ઝિટ ઘણી સારી છે. જો કે, મને લાગે છે કે ટ્રમ્પ તેમને પાછળ છોડી દેશે.
તેમણે એવી આગાહી પણ કરી છે કે આ વર્ષે ચૂંટણી પહેલા અથવા 2025ના પહેલા ભાગમાં ઓગસ્ટ-સપ્ટેમ્બરની આસપાસ અમેરિકામાં હિંસા અથવા આતંકવાદી હુમલા થઈ શકે છે.
મહિલા જ્યોતિષ પણ એકવાર ચિંતામાં પડયાં હતા
એમીએ કહ્યું, 'મને આ વાત ત્યારે ખબર પડી જ્યારે હું અમેરિકાનો બર્થ ચાર્ટ જોઈ રહી હતી. અને મેં કેટલીક વસ્તુઓ જોઈ જે હિંસા અથવા અરાજકતા તરફ ઈશારો કરી રહી હતી જે સામાન્ય જનતાને અસર કરશે. હું એક સર્કલ પણ જોઈ રહ્યો હતો જે 9-11થી સંકળાયેલ છે. આ સર્કલ વર્ષ-2025 સુધી ચાલુ રહેશે. તેથી તે મને એક રીતે ચિંતિત કરે છે.
એમી ટ્રિપ કોણ છે?
એમી ટ્રિપની વેબસાઈટ અનુસાર તે એક પ્રોફેશનલ એસ્ટ્રોલોજર અને લાયસન્સ પ્રાપ્ત થેરાપિસ્ટ છે. સોશિયલ વર્કમાં માસ્ટર ડિગ્રીની સાથે એસ્ટ્રોલોજી શરૂમાં તેઓનો કરિયરનો હિસ્સો નહોતો. આ તરફ અચાનક તેઓની પસંદગી અચાનક પેદા થઈ છે. તેણીએ જણાવ્યું કે, મેં કદી નહોતું વિચાર્યું કે હું જ્યોતિષ બનીશ. હું કોલેજ ગઈ અને સાયકોલૉજીમાં સ્નાતક થઈ. પછી હું સોશિયલ વર્કમાં માસ્ટર્સ કર્યું. જેથી મને હંમેશાથી માનવ વર્તનમાં રુચિ રહી છે. એક દિવસ હું એસ્ટ્રોલોજીની ડિગ્રી લેવા વિશે વિચારી રહી હતી અને પછી મેં નક્કી કર્યું કે હું જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ કરી ડિગ્રી લઉં. તે નેશનલ કાઉન્સિલ ફોર જિયોકોસ્કમિક રિસર્ચ અને અમેરિકન ફેડરેશન ઓફ એસ્ટ્રોલોજર્સ જેવા પ્રોફેશનલ સંગઠનોમાં સક્રિય રીતે કાર્યરત છે. 40 વર્ષીય એમી ટ્રિપ પાસે યોગ્ય ભવિષ્યવાણીનો ટ્રેક રેકોર્ડ છે.