• ડોનાલ્ડ ટ્રમ્પે ફરી વખત ઓલિમ્પિકમાં લિંગ વિવાદનો મુદ્દો ઉઠાવ્યો
  • ટ્રમ્પે પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર બે બોક્સરની ટીકા કરી
  • પેરિસ ઓલિમ્પિકમાં બે મહિલા એથ્લેટને લઈને વિવાદ સર્જાયો હતો

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઓલિમ્પિકના 'લિંગ' વિવાદને વેગ આપ્યો છે. તાજેતરમાં પૂર્ણ થયેલા પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર બે બોક્સરની ટીકા કરતા ટ્રમ્પે કહ્યું કે 'પુરુષોને મહિલા રમતથી દૂર રાખવા જોઈએ'.

ટ્રમ્પે ઓલિમ્પિકમાં લિંગ વિવાદનો મુદ્દો ઉઠાવ્યો

પેન્સિલવેનિયામાં એક રેલી દરમિયાન ટ્રમ્પે પુરૂષોને મહિલા રમતોથી દૂર રાખવાનું વચન આપ્યું હતું. જોકે, આ પહેલીવાર નથી જ્યારે ટ્રમ્પે ઓલિમ્પિકમાં લિંગ વિવાદનો મુદ્દો ઉઠાવ્યો હોય. તેઓ પોતાની રેલીઓમાં આ વાતનો સતત ઉલ્લેખ કરી રહ્યા છે. તેને ઈલોન મસ્ક ઉપરાંત અન્ય ઘણી હસ્તીઓનું સમર્થન છે. જોકે, તે આ મુદ્દા પર આવી ભાષાનો ઉપયોગ કરી રહ્યો છે જેની LGBTQ+ જૂથો દ્વારા પણ ટીકા કરવામાં આવી રહી છે.

કયા બે એથ્લેટ વચ્ચે વિવાદ સર્જાયો?

તાજેતરમાં યોજાયેલ પેરિસ ઓલિમ્પિકમાં બે મહિલા એથ્લેટને લઈને સવાલો ઉભા થયા છે. તેમાંથી એક અલ્જીરિયાની ઈમાન ખલીફ છે અને બીજી બોક્સર તાઈવાનની લી યુ-ટિંગ છે. બન્ને પર તેમના લિંગ છુપાવવાનો આરોપ છે. ટ્રમ્પ આના પર સતત સવાલો ઉઠાવી રહ્યા છે અને કહે છે કે, તેઓ પુરૂષ હતા. જ્યારે આ બન્ને મહિલાઓની કેટેગરીમાં બોક્સિંગ કરે છે. ટ્રમ્પે કહ્યું કે, તે મહિલાઓ માટે ખતરનાક છે.

શું છે વિવાદ?

પેરિસ ઓલિમ્પિકમાં બોક્સિંગ મેચમાં ઈટલીની એન્જેલા કેરિની અને અલ્જીરિયાની ઈમાન ખલીફ વચ્ચે મેચ ચાલી રહી હતી. એન્જેલા માત્ર 46 સેકન્ડમાં મેચમાંથી ખસી ગઈ હતી અને આ મેચમાં ઈમાનને જીત અપાવી હતી. એન્જેલાએ પાછળથી દાવો કર્યો કે, તેણીને આટલો જોરદાર મુક્કો ક્યારેય મળ્યો નથી. આ વીડિયો શેર કરતી વખતે પણ ટ્રમ્પે સવાલો ઉઠાવ્યા હતા.

ક્રોમોસોમલ મેનીપ્યુલેશન થાય છે

DSDનો અર્થ એ છે કે જે વ્યક્તિના શરીરમાં સ્ત્રી રંગસૂત્રો હોય અથવા સ્ત્રીના શરીરમાં પુરુષ રંગસૂત્રો હોય. તેમને જૈવિક રીતે પુરુષ કે સ્ત્રી કહેવાનું પણ ટાળવામાં આવે છે કારણ કે મામલો ખરેખર જટિલ છે. સ્ત્રીના શરીરમાં પુરૂષ હોર્મોન્સ અને રંગસૂત્રોના કારણે શક્તિ પણ સ્ત્રીઓ કરતા થોડી વધારે હોઈ શકે છે.