જગત જમાદાર એવા અમેરિકામાં એકવાર ફરીથી ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવી ગયા છે. અત્યાર સુધીની મત ગણતરીમાં ટ્રમ્પને 295 વોટ મળ્યા છે, જ્યારે કમલા હેરિસને 226 સીટો પર જીત નોંધાવી છે. જીત માટે અગત્યાના મતાના સ્વિંગ સ્ટેસસમાં ટ્ર્મ્પની ક્લિન સ્વિપ થયો છે. પરંતુ ઉમેદવારો વચ્ચેની આ લડાઈ માત્ર વિચારધારાઓની જ નહોતી તેઓને મત આપનારા વોટર્સ એનાલિસિસ કરતા સમજી શકાશે.

આ વખતે પોતાને કટ્ટર રાષ્ટ્રવાદી ગણાવતા ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી મેદાનમાં હતા અને તેમની સામે કમલા હેરિસ ચૂંટણી લડી રહ્યા હતા. એક સમયે શ્વેત સર્વોચ્ચતાનો નારા લગાવનાર ટ્રમ્પને ભારતીય મૂળની કમલા હેરિસ સામે પણ સખત સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ટ્રમ્પની આ જીતમાં જાતિવાદના મુદ્દે ભારે મતદાન થયું હતું. 

ટ્રમ્પ અને હેરિસને જાતિના આધારે કેટલા મત મળ્યા?
41 ટકા શ્વેત લોકોએ ડેમોક્રેટ કમલા હેરિસને મત આપ્યો જ્યારે ટ્રમ્પને મત આપનારા શ્વેત લોકોની સંખ્યા 57 ટકા હતી. એ જ રીતે 85 ટકા અશ્વેતોએ હેરિસને અને 12 ટકા અશ્વેતોએ ટ્રમ્પને મત આપ્યો. હેરિસને મત આપનારા એશિયન મૂળના લોકોની સંખ્યા 54 ટકા હતી, જ્યારે ટ્રમ્પને મત આપનારા લોકોની સંખ્યા 38 ટકા હતી. 52 ટકા હિસ્પેનિક/લેટિન મતદારોએ હેરિસને અને 46 ટકાએ ટ્રમ્પને મત આપ્યો. અન્ય 42 ટકા લોકોએ હેરિસને અને 54 ટકા લોકોએ ટ્રમ્પને મત આપ્યો.

હેરિસ માટે યુવાનોએ ભારે મતદાન કર્યું
કમલા હેરિસ 18 થી 29 વર્ષની વયના મતદારોની પ્રથમ પસંદગી હતી જેમણે 5 નવેમ્બરે અમેરિકામાં મતદાન કર્યું હતું. 54 ટકા યુવાનોએ હેરિસને વોટ આપ્યો અને આ વયજૂથના 43 ટકા લોકોએ ટ્રમ્પને વોટ આપ્યો હતો.

30થી 44 વર્ષના 49 ટકા યુવાનોએ કમલા હેરિસને અને 48 ટકાએ ટ્રમ્પને મત આપ્યો. કમલા હેરિસ માટે 45થી 64 વર્ષના 44 ટકા લોકોએ મત આપ્યો તો ટ્રમ્પ માટે આ આંકડો 54 ટકા હતો. આનો અર્થ છે કે 45થી 64 વર્ષના મતદારોની પસંદ ટ્રમ્પ હતા. આ રીતે 65થી વધુ ઉંમરના 49 ટકા વોટર્સે કમલા હેરિસને અને ટ્રમ્પને 49 ટકા વોટ આપ્યા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પને કેટલી મહિલાઓએ મત આપ્યો?
કમલા હેરિસને સૌથી વધુ 53 ટકા મહિલાઓએ મત આપ્યો, જ્યારે 42 ટકા પુરુષોએ ટ્રમ્પને મત આપ્યો હતો. આ રીતે 55 ટકા પુરુષોએ ટ્રમ્પ અને 45 ટકા મહિલાઓને ટ્રમ્પ માટે વોટ આપ્યો હતો.

ઓછું ભણેલા લોકોએ ડોનાલ્ડ ટ્રમ્પને વધુ વોટ આપ્યા
હવે જો શિક્ષણને લઈને જોવા જઈએ તો કમલા હેરિસને 55 ટકા એવા લોકોએ મત આપ્યો, જે કોલેજ ગ્રેજ્યુએટ છે, જ્યારે 42 ટકા એવા લોકોએ વોટ આપ્યો જેની પાસે કોલેજની કોઈ ડિગ્રી નથી. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી વધુ 56 ટકા એવા લોકોએ વોટ આપ્યો, જેની પાસે કોલેજની કોઈ ડિગ્રી નહોતી.
  • Follow us on: