- ટ્રમ્પ પાસે 19 ગોલ્ફ કોર્સ, મહેલ જેવું મેન્શન, મોટા શહેરોમાં મિલકત ધરાવે છે
- ડોનાલ્ડ ટ્રમ્પ કુલ 7.5 અબજ ડોલરની નેટવર્થ ધરાવે છે
- ગત રોજ ટ્રમ્પનો ચૂંટણી સભામાં ગોળીબારમાં આબાદ બચાવ થયો હતો
જગત જમાદાર એવા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર પેન્સિલવેનિયામાં ચૂંટણી સભામાં જીવલેણ હુમલો થયો હતો. જેમાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. રેલી દરમિયાન હુમલાખોરની નીકળેલી ગોળી ટ્રમ્પના કાનને વીંધતી નીકળી ગઈ હતી. જો કે બાદમાં હુમલાખોરને સ્નાઈપરે ઠાર માર્યો હતો.
ટ્રમ્પ પર થયેલા જીવલેણ હુમલાની ચર્ચા અત્યારે સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. જો કે અમેરિકાના સૌથી ધનિક નેતાઓમાંના એક છે ટ્રમ્પ. તેમની પાસે અબજો ડોલરની સંપત્તિ છે.
ઘણાબધા શહેરોમાં મોંઘા અને વૈભવી ઘર આવેલા છે
ટ્રમ્પ પાસે ફ્લોરિડા સિવાય સેંટ માર્ટિનમાં એક કરોડ ડોલર કરતાં વધુની એક ખાનગી પ્રોપર્ટી પણ છે. આ સિવા.ય ન્યૂજર્સી, ઈલિનોઈસ, ક્નેક્ટિકટ અને નેવાડામાં સંપત્તિ છે. યુરોપ, એશિયા અને સાઉથ અમેરિકામાં પણ મોંઘી રહેણાક પ્રોપર્ટી છે. ગોલ્ફના શોખીન મનાતા ટ્રમ્પ પાસે 19 ગોલ્ડ કોર્સ પણ છે. ટ્રમ્પ અતિ ધનિકની ઝલક તેનું એરક્રાફ્ટ અને કાર કલેક્શન પણ છે. ટ્રમ્પ પાસે પાંચ એરક્રાફ્ટ છે. રોલ્સ રોયલ, સિલ્વર ક્લાઉડથી લઈ મર્સિડિઝ બેંઝની સેંકડો વૈભવી કારનો કાફલો ડોનાલ્ડ ટ્રમ્પ પાસે છે.
પિતાના કારોબારને ટોચ પર પહોંચાડયો
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને રિયલ એસ્ટેટનો કારોબાર વારસામાં મળ્યો છે. તેઓના પિતા ફ્રેડ ટ્રમ્પ ન્યૂયોર્કના સૌથી સફળ રિયલ એસ્ટેટ કારોબારીઓમાંના એક હતા. તેમને પોતાની પત્ની એલિઝાબેથની સાથે વર્ષ-1927માં રિયલ એસ્ટેટ કંપની શરૂ કરી હતી. વર્ષ-1971માં ટ્રમ્પે પિતાનો કારોબાર સંભાળીને ખૂબ ઝડપથી આગળ ધપાયો હતો. પોતાની કંપની હેઠળ તમામ વૈભવી ઈમારતો બનાવી હતી. જેમાં ટ્રમ્પ પેલેસ, ટ્રમ્પ વર્લ્ડ ટાવર, ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટલ એન્ડ રિસોર્ટ સામેલ છે. વિશ્વના તમામ મોટા શહેરોની જેમ ભારતમાં મુંબઈમાં ટ્રમ્પ ટાવર આવેલો છે.
ટ્રમ્પની કુલ સંપત્તિ 7.5 અબજ ડોલર છે
પેન્સિલવેનિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણીની રેલી દરમિયાન, એક ગોળી અચાનક પૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફ આવી, જે તેમના કાનમાંથી નીકળી ગઈ. આ હુમલામાં તેમનો જીવ બચી ગયો હતો. ટ્રમ્પ વ્હાઇટ હાઉસના સૌથી અમીર નેતા તરીકે ઓળખાય છે. ફોર્બ્સ અનુસાર, 2 મે, 2024ના રોજ તેમની પાસે 7.5 બિલિયન ડોલર અથવા રૂ. 62,000 કરોડથી વધુની સંપત્તિ છે. આંકડાઓ અનુસાર, જ્યારે તેમણે વર્ષ-2016માં તેમની પ્રમુખપદની ઉમેદવારીની પ્રથમ જાહેરાત કરી હતી, ત્યારે તેમની કુલ સંપત્તિ 4.5 બિલિયન ડોલર (ફોર્બ્સ અનુસાર) હતી, જોકે ટ્રમ્પે તે સમયે કહ્યું હતું કે તેમની પાસે આનાથી વધુ સંપત્તિ છે, જે 8.73 બિલિયન ડોલર છે.