• ઉત્તરી સ્કોટલેન્ડમાં બે ટ્રેનો વચ્ચેની અથડામણ થઈ
  • બે ટ્રેનો અથડાયા બાદ ઘણા લોકો ઘાયલ થયા
  •  રેલવે સ્ટેશન પર શુક્રવારે સાંજે 7:10 વાગ્યે આ અકસ્માત થયો

ઉત્તરી સ્કોટલેન્ડમાં બે ટ્રેનો વચ્ચેની અથડામણ થઈ હતી અને જેમાંથી 2 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, કેરનગોર્મ્સના એવિમોર રેલવે સ્ટેશન પર શુક્રવારે સાંજે 7:10 વાગ્યે આ અકસ્માત થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, શુક્રવારે સ્કોટલેન્ડમાં હાઇલેન્ડ્સમાં એવિમોર રેલ્વે સ્ટેશન પર બે ટ્રેનો અથડાયા બાદ ઘણા લોકો ઘાયલ થયા હતા.

બ્રિટિશ મીડિયાએ અહેવાલ આપ્યો છે કે સામેલ ટ્રેનોમાંથી એક રેકોર્ડ તોડનાર સદી જૂની ફ્લાઈંગ સ્કોટ્સમેન હતી જે 100 માઈલ પ્રતિ કલાકથી વધુની ઝડપે પહોંચનારી પ્રથમ સ્ટીમ ટ્રેન હતી.

પોલીસે માહિતી આપી

પોલીસ સ્કોટલેન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં ઘાયલ 2 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અન્ય સંખ્યાબંધ મુસાફરોને ઘટના સ્થળે સારવાર આપવામાં આવી રહી છે અને પૂછપરછ ચાલુ છે. બે ટ્રેનો બ્રિટિશ રાજધાની લંડનથી ઉત્તરમાં 600 માઈલ (965 કિલોમીટર) દૂર સ્ટેશન પર લગભગ 7:00 વાગ્યા પછી (1800 GMT) અથડાઈ હતી.

લંડનથી ઉત્તરમાં 600 માઈલ પર ટ્રેન ટક્કરાઈ

બે ટ્રેનો બ્રિટિશ રાજધાની લંડનથી ઉત્તરમાં 600 માઈલ (965 કિલોમીટર) દૂર સ્ટેશન પર લગભગ 7:00 વાગ્યે (1800 GMT) ટકરાયા હતા, નિવેદનમાં જણાવાયું છે. સ્કોટલેન્ડમાં ટ્રેન સેવાઓના ઓપરેટરે જણાવ્યું હતું કે, મુખ્ય લાઇનની નજીક ખાનગી રેલ્વે પરની ઘટનાનો જવાબ આપતી કટોકટીની સેવાઓને કારણે અમે હાલમાં એવિમોર સ્ટેશન દ્વારા કોઈપણ ટ્રેન ચલાવવામાં અસમર્થ છીએ અને તેના પર કામ ચાલી રહ્યું છે.

અગાઉ ટ્રેન પાટા પરથી ઉતરી

ઓગસ્ટ 2020માં એબરડીનથી ગ્લાસગો સુધીની વહેલી સવારની સેવા ઉત્તર-પૂર્વ સ્કોટલેન્ડના સ્ટોનહેવન શહેરની નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી. ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનને પગલે 3 લોકો માર્યા ગયા હતા. યુકે રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માલિકી ધરાવતી અને તેનું સંચાલન કરતી કંપનીને પાટા પરથી ઉતરી જવા અંગે આરોગ્ય અને સલામતીમાં નિષ્ફળતાઓ સ્વીકાર્યા બાદ કેટલાક મિલિયન પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.


  • Follow us on: