- કંગાળ થયેલા પાકિસ્તાનને ઉભું કરવા માટે ચીને લોન આપી
- ચીને પોતાની બીમાર અર્થવ્યવસ્થાને સુધારવા માટે 70 કરોડ અમેરિકી ડોલરની મદદ કરી
- પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક ડારે ચીનને સાચો મિત્ર ગણાવ્યો
કંગાળ થયેલા પાકિસ્તાનને ઉભું કરવા માટે ચીને શુક્રવારે (24 ફેબ્રુઆરી) રાહતના સમાચાર આપ્યા છે. હકીકતમાં લોન માટે ઘણા દેશોમાં ભટક્યા પછી પણ પાકિસ્તાનને ક્યાંયથી મદદ મળી રહી ન હતી. આ દરમિયાન શુક્રવારે અચાનક ચીને પોતાની બીમાર અર્થવ્યવસ્થાને સુધારવા માટે 70 કરોડ અમેરિકી ડોલરની મદદ કરી છે. આ મદદ એવા સમયે કરવામાં આવી છે જ્યારે પાકિસ્તાન પોતાના લોકોને બચાવવા માટે જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો હતો.
પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક ડાર જેમણે આ અઠવાડિયાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે પાકિસ્તાન ચીન પાસેથી મદદની અપેક્ષા રાખે છે. સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરતા ઈશાક ડારે શુક્રવારે કહ્યું હતું કે, ચીને 0 કરોડ અમેરિકી ડોલરની મદદ કરી છે.










