• વર્ષ 2022માં 68.30 લાખ કપલના લગ્ન થયા
  • આગલા વર્ષ કરતાં 8 લાખ લગ્ન ઓછા થયા
  • લગ્નની સાથે ચીનમાં જન્મનો દર પણ ઘટ્યો

કોરોના લોકડાઉનના કારણે ચીનમાં લગ્નનું પ્રમાણ ઘણું નીચું આવ્યું છે. સિવિલ અફેર્સ મંત્રાલયના આંકડા અનુસાર ચીનમાં વર્ષ 2022માં 68.30 લાખ કપલના લગ્ન નોંધાયા હતા જે તેના આગળના વર્ષ કરતાં 8 લાખ ઓછા છે. લોકડાઉનના કારણે લોકો મહિનાઓ સુધી બંધ હતા જેના કારણે આમ થયું હોવાનું માનવામાં આવે છે.

લગ્નને પ્રોત્સાહિત કરવા ખાસ યોજના

ગયા મહિને, લગ્નને પ્રોત્સાહિત કરવા અને જન્મ દર વધારવાના ઉદ્દેશ્ય સાથે, ચીને 20થી વધુ શહેરોમાં ન્યુ એરા પાયલોટ પ્રોજેક્ટ્સ શરૂ કર્યો છે. દેશના કેટલાક પ્રાંતો યુવાન નવદંપતીઓને પેઇડ મેરેજ લીવ પણ આપવામાં આવી રહી છે. ચીનમાં જન્મદાર ઘટીને દર 1000 વ્યક્તિએ 6.77 પર પહોંચ્યો છે. અગાઉ તે 7.52 હતો.

ઘટતી વસ્તી ચિંતાનો વિષય

ચીનમાં ઘટી રહેલા જન્મ દર અને ઘટતી જતી વસ્તી ચિંતાનો વિષય બન્યો છે. નિષ્ણાતો માને છે કે 2022માં, ચીનની વસ્તીમાં 6 દાયકામાં પ્રથમ વખત ઘટાડો થયો, જે લાંબા ગાળાના ઘટાડાનો પ્રારંભ દર્શાવે છે. આના કારણે દેશના અર્થતંત્ર અને વિશ્વને અસર થઈ શકે છે.


  • Follow us on: