• ભારતથી કેનેડા જતા વિદ્યાર્થીઓમાં મોટાપ્રમાણમાં ઘટાડો
  • કેનેડા જવાનું ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ
  • બંને દેશ વચ્ચે ખટરાગને લીધે મહદઅંશે પ્રવાહ ઓછો થયો


મળતી માહિતી અનુસાર, ગત વર્ષે કેનેડા અને ભારત વચ્ચે રાજકીય વિવાદને લીધે કેનેડાથી ભારતીય વિદ્યાર્થીઓને અપાતી પરમિટમાં ખૂબ મોટો ઘટાડો નોંધાયો છે. કેનેડાના એક ટોચના સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીઓને અપાતા સ્ટડી પરમિટની સંખ્યામાં ગત વર્ષે તેજીથી ઘટાડો આવ્યો છે. તેઓએ જણાવ્યું કે ભારતે પરમિટની પ્રક્રિયામાં સામેલ કેનેડિયન રાજનયિકોને બંને દેશ વચ્ચે વિવાદને લીધે હટાવી દીધા અને આને લીધે આ સંખ્યામાં ખૂબ ઘટાડો થયો છે.

કેનેડાના ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરે જણાવ્યું કે, તેઓનું માનવું છે કે ભારતીય વિદ્યાર્થીઓને અપાતી સ્ટડી પરમિટની સંખ્યામં ખૂબ જલ્દી વધવાની શક્યતા છે. ગત જૂન માસમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે તેમની સરકાર પાસે એ વાતનો પાકો પુરાવો છે કે જે ઈશારો કરે છે કેનેડિયન નાગરિક અને ખાલિસ્તાન સમર્થક નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના અધિકારીઓનો હાથ છે. વધુમાં ભારતની સાથે અમારા સંબંધોમાં આવેલા તણાવનું મુખ્ય કારણ ભારતથી આવતી ઘણી અરજીઓને પ્રોસેસ કરવાની અમારી ક્ષમતા ખૂબ ઓછી કરી દીધી છે.

ગત ઑક્ટોબરે કેનેડા-ભારત વચ્ચે ખટરાગ

ભારતનું એવું કહેવાનું હતું કે, કેનેડામાં ભારતના જેટલા રાજદૂત છે તેની સરખામણીમાં ભારતમાં કેનેડાના રાજદૂરની સંખ્યા ખૂબ વધુ છે. અને કેનેડાને આ સંખ્યાને ઠીક કરવા માટે કહેવામાં આવ્યું હતું. જેથી ગત ઑક્ટોબરમાં ભારતના કહેવાથી કેનેડાએ 41 રાજદૂતોને પોતાના દેશ બોલાવી લીધા હતા.


  • Follow us on: